પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક
Delhi: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMSમાં નિધન થયું હતું. મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. આ દુઃખની ઘડીમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે શુક્રવારે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક થશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. એઈમ્સ દિલ્હીએ મનમોહન સિંહના નિધનની જાહેરાત કરી. રાત્રે લગભગ 8.30 વાગ્યે તેમને ગંભીર હાલતમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી 10 વર્ષ માટે ભારતના 14મા વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત ખરાબ હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરચરણ સિંહ અને ત્રણ દીકરીઓ છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને સોનિયા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Manmohan Singh Passed Away: જાણો પૂર્વ PM મનમોહન સિંહના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો…