December 22, 2024

જામનગરના 3 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર, આરોગ્યની ટીમે શરૂ કરી તપાસ

સંજય વાઘેલા, જામનગર: ચોમાસાની શરૂ થતા જામનગરમાં કોલેરા નામની બીમારીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. આ એક એવા પ્રકારની બીમારી છે જે પાણી દ્વારા ફેલાય છે. જો તંત્રએ અત્યાર સુધી ધ્યાન રાખ્યું હોત તો આ બીમારી ફેલાવવાની શક્યતા નહિવત હતી પરંતુ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તારા મારવા નીકળેલા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાબડતોબ કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેકટર દ્વારા જામનગરમાં ત્રણ વિસ્તારોમાં કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ આ વિસ્તારોમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વેને કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તથા કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવતા પાણીમાં ક્લોરીન નાખવા સહીતની કામગીરી કરવામાં આવી રહી છે. કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ હાલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જો પહેલાથી ગંભીરતા દાખવવામાં આવી હોત તો આ સમસ્યા ન સર્જાઈ હોત તેવું લોકો કહી રહ્યા છે.

એક તરફ જામનગરમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે તો બીજી બાજુ જી જી હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં માંદગીનું પ્રમાણ વધતું હોય છે પરંતુ આ વર્ષે કોલેરાનો રોગચાળો ફાટી નીકળતા જ જીજી ડોક્ટરો પણ કામગીરી વધી ગઈ છે. કોલેરાની બીમારી બેક્ટેરિયાને લીધે ફેલાય છે, ખાસ કરીને કોલેરા છે તે પીવાના પાણીના કારણે જ ફેલાય છે હાથી પીવાનું પાણી ઉકાળવું જોઈએ, અથવા તો ફિલ્ટર કરેલું પાણી જ પીવું જોઈએ અને રસોઈ કરવામાં ઉપયોગમાં લેવું જોઈએ. કોલેરાના લક્ષણોની વાત કરીએ તો જે સૌથી મોટું મુખ્ય લક્ષણ છે તે જાડા છે, જો કોઈ દર્દીને ઝાડા કન્ટ્રોલમાં ન થાય તો તાત્કાલિક હોસ્પિટલ નો સંપર્ક કરવો જોઈએ.

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી ફેલાઈ હોવાના અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, અવારનવાર લોકો દ્વારા મહાનગરપાલિકા ખાતે ફરિયાદો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા જેનો ભઈ હતો તે રોગચાળો ફેલાઈ ચૂક્યો છે, હવે દોડતું થયેલું તંત્ર કોલેરાને અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. અત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં તંત્ર કેવી કામગીરી કરી રહી છે.