December 21, 2024

21મી સદીના ભારતે નાનું વિચારવાનું બંધ કરી દીધું છે: PM નરેન્દ્ર મોદી

ફાઇલ તસવીર

Narendra Modi in News 9 Global Summit: ન્યૂઝ 9 ગ્લોબલ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21મી સદીના ભારતે નાનું વિચારવાનું બંધ કરી દીધું છે. અમે શ્રેષ્ઠ અને સૌથી મોટું કામ કરીએ છીએ. ભારતની સિદ્ધિઓ જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વિશ્વ ભારત સાથે ચાલવામાં ફાયદો જોઈ રહ્યું છે અને આ રિએક્શન નોર્મલ છે. વધતી વિશ્વસનીયતા એ આપણી નવી ઓળખ છે.

PM મોદીએ સોમવારે (26 ફેબ્રુઆરી, 2024) ન્યૂઝ 9 ગ્લોબલ સમિટ દરમિયાનના સંબોધનમાં કહ્યું કે અમારી માનસિકતા (વિચારવાની રીત)માં પરિવર્તન આવ્યું છે. હવે દરેક ભારતીય વિચારે છે કે તે કંઈ પણ કરી શકે છે અને તેના માટે કંઈ પણ અસંભવ નથી.

આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વનું નેતૃત્વ કરવાનું છે : PM મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેમની આગેવાની હેઠળની એનડીએ સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતમાં $640 બિલિયનનું વિદેશી રોકાણ આવ્યું છે. ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પહેલી, બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણે પાછળ રહી ગયા. આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. અમે માત્ર ગરીબી હટાવોના નારા સાંભળ્યા હતા પરંતુ અમારી સરકારે મોટી સંખ્યામાં લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે.

‘આજે ભારત એક મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે…’
સંમેલનમાં India: Poised for the Next Big Leap વિષય પર બોલતા પીએમએ કહ્યું કે જો આજે વિશ્વને લાગે છે કે ભારત મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે, તો તેની પાછળ 10 વર્ષનું એક શક્તિશાળી લોન્ચપેડ છે. દાયકાઓના પેન્ડિંગ પ્રોજેક્ટ અમારી સરકારમાં પૂરા થયા છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર કયા સિદ્ધાંત પર આગળ વધી રહી છે?
વડાપ્રધાન મોદીએ પણ પોતાના સંબોધનમાં કહ્યું કે વોટબેંક ઓફ પોલિટિક્સ (વોટવાળી રાજનીતિ)ને પોલિટિક્સ ઓફ પરફોર્મેન્સ (પ્રદર્શન આધારિત રાજનીતિ) માં બદલી છે. અમે રાજનીતિમાં નહીં પણ રાષ્ટ્રીય નીતિમાં વિશ્વાસ રાખનારા લોકો છીએ. અમારી સરકાર નેશન ફર્સ્ટના સિદ્ધાંત પર આગળ વધી રહી છે.