PMJAY યોજનામાં ગેરરીતિ મામલે રાજકોટની 2 હોસ્પિટલ કરી સસ્પેન્ડ
Rajkot: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. જે બાદ હવે રાજકોટ શહેર અને જિલ્લાની હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવ્યા છે. PMJAY યોજનામાં ગેરરીતિ મામલે રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર સતત PMJAY યોજનાને લઈને પગલાં લઈ રહી છે. ત્યારે હવે ઉપલેટાની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સિવાય રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. ગેરરીતિ કારણે બંને હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા USGના રિપોર્ટમાં છેડછાડ કરી હતી. અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પ્લેટ અને હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન રિપોર્ટમાં છેડછાડ કરી પૈસા પડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો: ગુપ્ત ધન કાઢવાના નામે તાંત્રિક ટોળકીએ પડાવ્યા લાખો રૂપિયા, અમદાવાદના તાંત્રિકની ધકપરડ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.