10 બાળકોના મોત, 16 ઘાયલ… ઝાંસી મેડિકલ કોલેજમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
Uttar Pradesh: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં શુક્રવારે રાત્રે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે અને 16 ઘાયલ થયા છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) અવિનાશ કુમારે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICUમાં આગ ફાટી નીકળી હતી.
મધ્યરાત્રિની આસપાસ હોસ્પિટલ પહોંચેલા કમિશનર ઝાંસી બિમલ કુમાર દુબેએ જણાવ્યું હતું કે એનઆઈસીયુના આંતરિક ભાગમાં લગભગ 30 બાળકો હતા અને તેમાંથી મોટાભાગનાને બચાવી લેવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ઝાંસી સુધા સિંહે શનિવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ અન્ય 16 બાળકોની સારવાર ચાલી રહી છે. ઘટના સમયે એનઆઈસીયુમાં 50થી વધુ બાળકો દાખલ હતા.
ભાજપના ધારાસભ્ય રાજીવ સિંહ પરિચાએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આગમાં 10 નવજાત શિશુના મોત, 35 જેટલા નવજાતને બચાવી લેવાયા. ઇજાગ્રસ્ત નવજાત શિશુઓને તબીબો શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. મેડિકલ કોલેજના તબીબોના સંપર્કમાં છે. પ્રાથમિક દૃષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે.
આ પણ વાંચો: અમદાવાદ, પાલનપુર, મહેસાણા સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા