December 11, 2024

IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

IND vs ENG: યશસ્વી જયસ્વાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે તેણે રેકોર્ડ બનાવ્યા છે. આ મેચમાં તેણે કુલ 209 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે જ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 396 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. તમને જણાવી દઈએ કે જયસ્વાલે આ મેચમાં પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ચક્રની ફાઇનલમાં સ્થાન મેળવવા માટે 9 ટીમો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. WTCમાં સૌથી મોટો સ્કોર હવે યશસ્વી જયસ્વાલના નામે છે. પાકિસ્તાનના બેટ્સમેન સઈદ શકીલે શ્રીલંકા સામે 208 રનની અણનમ ઈનિંગ રમી હતી, પરંતુ હવે યશસ્વી જયસ્વાલે 290 બોલમાં 209 રન બનાવીને તેને પાછળ છોડી દીધો છે અને તેને WTC 2023-25માં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ઈંગ્લેન્ડ સામે આવું કરનાર પ્રથમ ભારતીય
યશસ્વી જયસ્વાલે પોતાની ઇનિંગ દરમિયાન 7 સિક્સર ફટકારી છે. આ સાથે યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ઇનિંગ્સમાં છ કે તેથી વધુ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. જયસ્વાલે પોતાની ઇનિંગ દરમિયાન 19 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. WTC 2023-25માં જયસ્વાલે 6 મેચમાં 620 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 62ની એવરેજથી બેટિંગ કરી છે. બેવડી સદી ઉપરાંત તેના નામે એક સદી પણ છે.

યશસ્વી જયસ્વાલની તોફાની સદી
જયસ્વાલ માટે આ સદી ખૂબ જ ખાસ વધારે એટલા માટે છે કેમ કે આ તેની પ્રથમ ટેસ્ટ સદી છે જે ભારતની ભૂમિ પર છે. આ પહેલાની વાત કરવામાં આવે તો તેણે વેસ્ટ ઈન્ડિઝમાં તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. વિશાખાપટ્ટનમની પીચ પર જયસ્વાલે અદભૂત બેટિંગ કરી હતી અને ચાહકોના દિલ જીતી લીધા હતા. યશસ્વી જયસ્વાલની ઉંમરની વાત કરવામાં આવે માત્ર 22 વર્ષનો છે. આવડી ઉંમરમાં તેણે 3 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. જયસ્વાલે T20માં 2 અને ટેસ્ટમાં એક સદી ફટકારી છે. એટલું જ નહીં, 22 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ઓપનર તરીકે બે ટેસ્ટ સદી ફટકારી છે. તમને જણાવી દઈએ આ પહેલા સુનીલ ગાવસ્કરે નર તરીકે તેણે 22 વર્ષની ઉંમર સુધીમાં 4 ટેસ્ટ સદી ફટકારી હતી.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે