December 14, 2024

આ કંપનીએ તો Appleને પણ આપી ધોબીપછાડ

Xiaomiએ ફરી એકવાર Appleને પાછળ છોડી દીધું છે. Xiaomiની મોટા ભાગની પ્રોડક્ટ લોકોને પસંદ આવી રહી છે. હવે ચાઈનીઝ બ્રાન્ડ હવે વિશ્વની બીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની ગઈ છે. Xiaomi એ છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક બજારમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. Xiaomi એ જોરદાર છલાંગ લગાવી છે. કંપનીએ Apple ને પાછળ છોડી દીધું છે. તમને જણાવી દઈએ ઓગસ્ટ મહિનામાં ચીનની બ્રાન્ડ દુનિયામાં સ્માર્ટફોન વેચનારી બીજી સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ હજુ પણ આ મામલે વિશ્વની સૌથી મોટી કંપની છે.

એપલ ફરીથી પાછળ
એક રિપોર્ટ પ્રમાણે Xiaomiએ ફરી એકવાર Appleને પાછળ છોડી દીધું છે. આ પહેલા ચીનની બ્રાન્ડે 2021માં Appleને પાછળ છોડી દીધું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં સેમસંગ, Apple અને Xiaomi વચ્ચે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન માટે રેસ ચાલી રહી છે. ચીનની બ્રાન્ડ ખૂબ લોકોને પસંદ આવી રહી છે અને સતત આગળ વધી રહી છે.એપલે હાલમાં જ iPhone 16 સિરીઝ લોન્ચ કરી છે. કંપની એક વર્ષમાં માત્ર ત્રણથી ચાર ફોન લોન્ચ કરે છે, જ્યારે સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓ વર્ષ દરમિયાન 12થી વધુ ફોનને લોન્ચ કરી દે છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં હવે તમે થઈ ગયા સેફ, આવી ગયું નવું ફિચર

Xiaomiમાં થયો વધારો
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે ચાઇનીઝ બ્રાન્ડ Xiaomi આ વર્ષ 2024ની સૌથી વધુ વૃદ્ધિ કરનારી કંપની છે. ભારતમાં કંપનીની સ્થિતિ સારી જોવા મળી રહી નથી. શરૂઆતમાં સૌથી વધારે વેચાણ ઈન્ડિયામાં જ થાતું હતું, પરંતુ હાલ પણ Xiaomi ફોનને વૈશ્વિક બજારમાં પસંદ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, યુઝર્સ એપલના નવા iPhone 16 સીરીઝને ઓછા પસંદ કરી રહ્યા છે. iPhone 15ની સરખામણીમાં આ સીરીઝના પ્રી-ઓર્ડરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેનો મતલબ એ પણ છે કે લોકોને વધારે પસંદ નથી આવ્યો iPhone 16. સેમસંગ છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં આગળ છે.