WPLમાં થર્ડ અમ્પાયરના નિર્ણય પર હોબાળો, ભૂતપૂર્વ ખેલાડીઓની પ્રતિક્રિયાઓ આવી સામે

MI vs DC: WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે છેલ્લા બોલે મેચ જીત પ્રાપ્ત કરી હતી. આ મેચ દરમિયાન થર્ડ અમ્પાયરના નિર્ણયના કારણે હોબાળો મચી ગયો હતો. મિતાલી રાજથી લઈને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે.
આ પણ વાંચો: વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં બીજેપીને વોટ આપતો વીડિયો વાયરલ
થર્ડ અમ્પાયર ધ્યાન આપી રહ્યા ન હતા
દિલ્હી કેપિટલ્સ ટીમને 165 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 19.5 ઓવરમાં 163 રન બનાવવામાં ટીમ સફળ રહી હતી. અરુંધતી રેડ્ડીએ છેલ્લા બોલમાં બેટિંગ કરી રહી હતી તે સમયે તેણે હવામાં શોટ માર્યો હતો. આ સમયે તેણે 2 રન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે રે મુંબઈ ઈન્ડિયન્સની વિકેટકીપરએ થ્રો પકડીને વિકેટ છોડી દીધી હતી. હવે આ નિર્ણય થર્ડ અમ્પાયર પાસે ગયો હતો. આ સમયે ત્રીજા અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યું હતું. આ નિર્ણયથી તમામ ચોંકી ગયા હતા. હવે આ નિર્ણયના કારણે વિવાદ જોવા મળી રહ્યો છે. મિતાલી રાજે ત્રીજા અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.