October 4, 2024

પહેલા શારીરિક સંબંધ…પછી જ ભોજન-પાણી; ભૂખતી તડપતી મહિલાઓને ચૂંથી રહ્યા છે મુસ્લિમ સૈનિક

યુદ્ધગ્રસ્ત આફ્રિકન દેશ સુદાનમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સુદાનના શહેર ઓમદુર્મનમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે ખોરાક મેળવવા માટે તેમને સૈનિકો સાથે સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. મહિલાઓનો આરોપ છે કે સુદાનના સૈનિકો સેક્સ કર્યા બાદ જ ભોજન અને પાણી આપતા હતા. આ માટે મોટી સંખ્યામાં મહિલાઓને કતારોમાં ઉભા રહેવું પડે છે. ગૃહયુદ્ધના કારણે સુદાનમાં આર્થિક સ્થિતિ ખરાબ છે અને લોકો ખાવા-પીવામાં પણ સંકટનો સામનો કરી રહ્યા છે.

ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે ઓમદુર્મનમાં યુદ્ધમાંથી ભાગી શકવામાં નિષ્ફળ ગયેલી બે ડઝનથી વધુ મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના અસ્તિત્વ માટેનો એકમાત્ર વિકલ્પ સુદાનના સૈનિકો સાથે સંભોગ કરવાનો હતો. રિપોર્ટમાં પીડિત મહિલાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સેનાના જવાનો પોતાની શારીરિક આગ બુઝાવવા માટે મોટી સંખ્યામાં બળજબરીથી મહિલાઓને કતારોમાં ઉભા રાખે છે અને પછી તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે. બદલામાં તે મહિલાઓને થોડો ખોરાક અને પાણી મળે છે. જેનાથી તેઓ પોતાનું અને તેમના પરિવારને ખવડાવવા સક્ષમ બનાવે છે.

મહિલાઓએ કહ્યું કે જાતીય સંભોગની મોટાભાગની ઘટનાઓ ફેક્ટરી વિસ્તારોમાં બને છે. જ્યાં સૈનિકોએ હુમલો કરીને મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કર્યો છે. એક મહિલાએ ગાર્ડિયનને કહ્યું કે તેની પાસે તેના વૃદ્ધ માતા-પિતા અને બાળકોને ખોરાક આપવા માટે સૈનિકો સાથે સેક્સ માણવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

આ પણ વાંચો: ટ્રમ્પ મામલે ભારતીય અરબપતિ-એલન મસ્ક આમનેસામને; મસ્કે કહ્યુ – ટ્ર્મ્પ નફરત નહીં પ્રેમ કરે છે

સુદાનમાં છેલ્લા એક વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ગયા વર્ષે 15 એપ્રિલના રોજ દેશવ્યાપી ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારથી સૈનિકો દ્વારા મહિલાઓ પર બળજબરીથી બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. પરંતુ હવે આ સૈનિકોએ ખોરાક અને પાણીના બદલામાં પણ મહિલાઓનો શિકાર કરવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે સુદાનમાં સેનાના વિરોધાભાસી શક્તિશાળી જૂથો રાજધાની ખાર્તુમ પર કબજો કરવા માટે લડી રહ્યા છે. જેના કારણે ત્યાં માનવીય સંકટ ઉભુ થયું છે. અત્યાર સુધીમાં ત્યાં 15,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 10,000 થી વધુ લોકો બેઘર અને વિસ્થાપિત થયા છે. ત્યાંના લોકોને ખોરાક, ઈંધણ, પાણી, દવાઓ અને વીજળીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

15 એપ્રિલ, 2023 થી, સુદાનીસ આર્મ્ડ ફોર્સીસ (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સુદાન ભૌગોલિક-વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દેશ આરબ દેશો અને આફ્રિકન દેશો વચ્ચે આવેલો છે. આ એક ઇસ્લામિક દેશ છે. જ્યાં 90 ટકા વસ્તી મુસ્લિમ છે. વર્તમાન સત્તા સંઘર્ષનું નેતૃત્વ બે સેનાપતિઓ કરી રહ્યા છે. એક બાજુ આર્મી જનરલ અબ્દેલ ફત્તાહ અલ બુરહાન છે. જ્યારે બીજી બાજુ દેશના બીજા ક્રમના નેતા અને આરએસએફના નેતા, જનરલ હમદાન દગાલો છે, જે સામાન્ય રીતે હેમેદતી તરીકે ઓળખાય છે. આ બંને એક સમયે સાથીદારો હતા. આ બંનેએ સાથે મળીને ઓક્ટોબર 2021માં બળવાનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ હવે બંને વચ્ચે સત્તાનો સંઘર્ષ ફાટી નીકળ્યો છે.