March 23, 2025

PM મોદી ફ્રાન્સના મઝારગ્યુસ કબ્રસ્તાન કેમ ગયા?, જાણો તેની પાછળનો ઈતિહાસ

PM Modi France Visit: PM નરેન્દ્ર મોદી હાલ તેમના વિદેશ પ્રવાસ પર છે. તેઓ ફ્રાન્સમાં AI સમિટ અને CEO ફોરમમાં હાજરી આપી વિશ્વના મોટા નેતાએ અને ઉદ્યોગપતિ સાથે મુલાકાત કરી હતી. આજે બુધવારે PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ઐતિહાસિક મઝારગ્યુસ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યારે તમને સવાલ થશે કે PM મોદી ફ્રાંસના મઝારગ્યુસ કબ્રસ્તાનની મુલાકાતે કેમ ગયા? આવો જાણીએ આ સ્થળનો ઇતિહાસ…

ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ માટે બલિદાન આપ્યું
1914ના પ્રથમ વિશ્વયુદ્ધમાં 1,00,000થી વધુ ભારતીયો ફ્રાન્સ માટે લડ્યા હતા. જેમાંથી 10 હજાર ક્યારેય પાછા ફર્યા નહોતા. તેઓ યુદ્ધના મેદાનમાં લડતા પહેલા માર્સેલીની ધરતી પર પગ મૂકે છે, ત્યારે તેઓ નહોતા જાણતા કે તેઓ મૃત્યુ તરફ આગેકૂચ કરી રહ્યા છે. તેમનું બલિદાન ફ્રાન્સ અને ભારતને કાયમ માટે જોડી રાખે છે.

ઉપરની તસવીરોમાં જોઈ શકાય છે કે, દરેક શહીદના પથ્થર પર તેમનું નામ લખવામાં આવ્યું છે અને સાથે જ ‘ઓમ ભગવતે નમઃ’ પણ અંકિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં જઈ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

PM મોદીએ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી
PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ઐતિહાસિક મઝારગ્યુસ કબ્રસ્તાનની મુલાકાત લીધી અને પ્રથમ વિશ્વયુદ્ધમાં બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં, બંને નેતાઓએ ત્યાં હાજર કેટલાક લોકો સાથે પણ વાતચીત કરી હતી.

માર્સેલીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો કોણ હતા?
માર્સેલીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો એ હતા જેમણે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બલિદાન આપ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ 1914-18 દરમિયાન થયું હતું. જ્યારે બીજું વિશ્વયુદ્ધ 1939-45 દરમિયાન થયું હતું. કબ્રસ્તાનમાં 1914-18ના વિશ્વયુદ્ધમાં જીવ ગુમાવનારા 1,487 સૈનિકો અને 1939-45ના યુદ્ધમાં મૃત્યુ પામેલા 267 સૈનિકોની કબરો છે. અહીં 205 ભારતીય સૈનિકોના અગ્નિસંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. જેમની યાદમાં કબ્રસ્તાનની પાછળ એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જુલાઈ 1925માં, ફિલ્ડ માર્શલ સર વિલિયમ બર્ડવુડે મજારગુજે ભારતીય સ્મારકનું અનાવરણ કર્યું હતું.