December 3, 2024

કોણ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ: હિપ્પો અને ધ સિમ્પસન્સની ભવિષ્યવાણીની ધૂમ ચર્ચા

US Presidential Election Updates: અમેરિકાના ઘણા રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આશા છે તો કેટલીક જગ્યાએ કમલા હેરિસ જીતી શકે છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. પરંતુ આ દરમિયાન, કેટલીક ભવિષ્યવાણીઓ વાયરલ થઈ રહી છે, જે અમેરિકાની ચૂંટણીના પરિણામો વિશે જણાવે છે. લોકોને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે કે શું આ ભવિષ્યવાણીઓ શું ખરેખર સચોટ હશે?

આ દરમિયાન, થાઈલેન્ડના પ્રાણી સંગ્રહાલયમાં એક હિપ્પોપોટેમસની ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, હિપ્પોપોટેમસની આગળ બે તરબૂચ મૂકવામાં આવે છે, જેમાં એક પર કમલા હેરિસનું નામ અને બીજા પર ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લખેલું છે. આ હિપ્પોપોટેમસે ટ્રમ્પનું નામ લખેલું તરબૂચ પસંદ કર્યું. મુ ડેંગ નામનો હિપ્પોપોટેમસ ટ્રમ્પનું તરબૂચ પસંદ કરે છે. આમ એક હિપ્પોપોટેમસ ભવિષ્યવાણી કરે છે કે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થશે.

મુ ડેંગ નામના આ હિપ્પોપોટેમસનો વીડિયો ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ટ્રમ્પ યુએસ ચૂંટણીના વલણોમાં લીડ મેળવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ઘણીવાર ચૂંટણી વખતે પ્રાણીઓ પરથી આવી ભવિષ્યવાણીઓ કરવામાં આવતી હોય છે. જોય નામના કૂતરાએ પણ ચૂંટણી જીતવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પસંદ કર્યું હતું.

અહી જુઓ વાયરલ વિડીયો: 

ધ સિમ્પસન્સે અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ તરીકે આપ્યું કમલા હેરિસનું નામ
ટીવી શો ધ સિમ્પસન્સ ઘણીવાર પોતાની અદભૂત અને સચોટ ભવિષ્યવાણીઓ માટે જાણીતો છે. આ વખતે તે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે પણ જોડાયેલો છે. ટેલિકાસ્ટના 2000ના એપિસોડમાં, લિસા સિમ્પસનને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ તરીકે દર્શાવવામાં આવ્યા છે, અને તેમના કપડાં ડેમોક્રેટિક ઉમેદવાર અને વર્તમાન યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જેવા છે. જાંબલી સૂટ, પર્લ ઇયરિંગ્સ અને હારઓવલ ઓફિસમાં લીસા કહે છે, “જેમ તમે જાણો તેમ આપણને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી એક વિશાળ બજેટ સંકટ વારસામાં મળ્યું છે.” સોશિયલ મીડિયા પર યુઝર્સ આને અન્ય એક વિચિત્ર સંયોગ ગણાવી રહ્યા છે, જેને ધ સિમ્પસન્સની ભવિષ્યવાણીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.