September 18, 2024

કોણ છે IPS કામ્યા મિશ્રા જે રાજીનામું આપીને આવ્યા ચર્ચામાં, 22 વર્ષે ક્લિયર કર્યું હતું UPSC

IPS Resigned: કામ્યા મિશ્રાને બિહારના સિંઘમ લેડી પોલીસ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. જોકે, કામ્યાએ અંગત કારણોસર પોતાનું રાજીનામું પોલીસ હેડક્વાર્ટરને મોકલી આપ્યું છે. તેમણે ખુદ આ વાતની પુષ્ટિ કરી હતી. જોકે પોલીસ હેડક્વાર્ટર દ્વારા હજુ સુધી તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી. જ્યારે IPS કામ્યા મિશ્રાની આ પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી ત્યારે તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી.

આ છે રાજીનામું આપવાનું કારણ
IPS કામ્યા મિશ્રાએ માત્ર 5 વર્ષમાં જ નોકરી છોડવાનો નિર્ણય લીધો છે, જોકે તેમણે રાજીનામું આપવા પાછળ અંગત અને પારિવારિક કારણો દર્શાવ્યા છે. કામ્યા મિશ્રાએ એમ પણ કહ્યું છે કે આ નિર્ણય એટલો સરળ નથી, પરંતુ તે પરિવારને સમય આપી શકતી ન હતી, જેના કારણે તેણે આ નિર્ણય લેવો પડ્યો. વાસ્તવમાં, કામ્યા તેના માતા-પિતાની એકમાત્ર દીકરી છે. તેના પિતા ઓડિશાના મોટા બિઝનેસમેન છે. એવામાં, કામ્યાએ તેના પિતાનો બિઝનેસ સંભાળવા માટે નોકરશાહી છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

22 વર્ષની ઉંમરે ક્લિયર કર્યું હતું UPSC
ઓડિશાની રહેવાસી કામ્યા મિશ્રાએ પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી લીધી હતી. 2019 માં તેમણે UPSC પરીક્ષામાં 172મો રેન્ક મેળવ્યો હતો અને 22 વર્ષની ઉંમરે IPS બનીને સૌને ચોંકાવી દીધા હતા. તેમનું પ્રારંભિક પોસ્ટિંગ હિમાચલ કેડરમાં હતું. પરંતુ, બાદમાં તેમની બદલી બિહાર કેડરમાં થઈ ગઈ. કામ્યા નાનપણથી જ અભ્યાસમાં ટોપર હતા. UPSC જ નહિ પરંતુ તેમણે 12માની બોર્ડની પરીક્ષામાં પ્રશંસનીય 98 ટકા માર્ક્સ મેળવ્યા હતા.