PMએ ઓલિમ્પિક ખેલાડીઓને પૂછ્યું કોણે કહ્યું કે – મોદી મોટી મોટી વાતો કરે છે?
PM Modi Paris Olympics: PM મોદીએ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ સમયે પ્રધાનમંત્રીએ ખેલાડીઓને કહ્યું કે તે તેમના મનમાંથી હારને કાઢી નાંખે. તમામ ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. પેરિસ ઓલિમ્પિક્સમાં તમામ ખેલાડીઓ કંઈક શીખીને પાછા આવ્યા છે.
ખેલાડીઓ સાથે મજાક
ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ માટે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથે ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ વાત કરી હતી. મોદીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે તેઓ તમામ ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે મજાક કરતા પણ નજર આવી રહ્યા છે.
મોદીની મોટી મોટી વાતો
પેરિસ ઓલિમ્પિક પર્યાવરણને અનુકૂળ હોવાને કારણે ખેલાડીઓના રૂમમાં એસી નહોતા. જેના કારણે ભારતીય ખેલ મંત્રાલયે ઉતાવળે ત્યાં 40 ACની વ્યવસ્થા કરવી પડી હતી. તેના પર પીએમ મોદીએ હસીને પૂછ્યું કે આ માટે તેમને કોણે શ્રાપ આપ્યો હતો? આનો કોઈએ જવાબ આપ્યો નહીં. જોકે પ્રધાનમંત્રી તે સમયે મજાક રહી રહ્યા હતા. મજાક કરતા પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘રૂમમાં એસી નહોતા અને ગરમી પણ હતી. મારે જાણવું છે કે તમારામાંથી પહેલા કોણે કહ્યું કે મોદી મોટી મોટી વાતો કરે છે પરંતુ અમારા રૂમમાં એસી નથી.
આ પણ વાંચો: 15 August Films: દેશભક્તિની આ ફિલ્મો રૂવાડાં ઊભા કરી દેશે
પહેલીવાર મળ્યો ત્યારે તે ઘણો નાનો
મેન્સ સિંગલ બેડમિન્ટનમાં ચોથા સ્થાને રહેલા લક્ષ્ય સેન સાથે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘જ્યારે હું લક્ષ્યને પહેલીવાર મળ્યો ત્યારે તે ઘણો નાનો હતો. હવે તે મોટો થઈ ગયો છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે તમે જાણો છો કે હવે તમે તમામ ખેલાડીઓ સેલિબ્રિટી બની ગયા છો. આના પર લક્ષ્યે કહ્યું, ‘હા સર. પરંતુ મેચ દરમિયાન પ્રકાશ સર મારો ફોન લઈ ગયા અને કહ્યું કે મેચ પુરી થશે પછી જ મને ફોન પાછો મળશે. એ પછી જ મને ખબર પડી કે બધાએ મને કેટલું પ્રોત્સાહન આપ્યું હતું. પીએમ મોદીએ મજાકમાં કહ્યું, ‘જો પ્રકાશ સર આટલા જ શિસ્તબદ્ધ હોત તો હું તેમને આગલી વખતે પણ મોકલીશ.