આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે, આ દિવસે 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આજના જ દિવસે 26 વર્ષ પહેલા અટલ અને કલામની જોડીએ આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી.
પોખરણમાં ત્રણ વિસ્ફોટ કરવામાં આવ્યા, પરમાણુ પરિક્ષણ બાદ ભારત શક્તિશાળી દેશોમાં સામેલ થયું હતું.
આ ઓપરેશન પાછળ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીનું નેતૃત્વ અને અબ્દુલ કલામની યોજના હતી.
1998માં થયેલા પોખરણ પરમાણુ પરિક્ષણને ‘ઓપરેશન શક્તિ’ કહેવામાં આવ્યું હતું.
આ પરિક્ષણમાં થર્મોન્યૂક્લિયર બોમ્બ, ફિશન મોમ્બ અને એક નાનો સામરિક બોમ્બ સામેલ હતો.
પરિક્ષણ બાદ અમેરિકા અને કેટલાક અન્ય દેશો દ્વારા ભારત પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.