November 8, 2024

સગીરા સાથે દુષ્કર્મ આચારનાર ભાગેડુ ફોજીની થઈ ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ આચારીને ગર્ભવતી બનાવી હતી. રામોલ પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનાર ભાગેડુ ફોજીની ધરપકડ કરી લીધી છે. સગીરા ગર્ભવતી થતા મકાન માલિકનો ભાંડો ફૂટ્યો હતો અને પરિવારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

રામોલ પોલીસ ભાગેડુ ફોજીની ધરપકર કરી છે. આરોપ છે કે તેણે 13 વર્ષની નિર્દોષ સગીરા સાથે દુષ્કર્મ આચરીને તેણે ગર્ભવતી બનાવી દીધી હતી. દીકરીને 4 માસનું ગર્ભ રહેતા આરોપીનો ભાંડો ફૂટી ગયો. ઘટનાની વાત કરીએ તો રામોલ વિસ્તારમાં માતા સાથે ભાડેથી રહેતી 13 વર્ષની સગીરા ઘરે એકલી હતી ત્યારે મકાન માલિક એવા આરોપી ફોજીએ સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાએ કોઈને જાણ નહિ કરતા આરોપીની હિંમત ખુલી હતી. આરોપી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જેના કારણે સગીરાને 4 માસનું ગર્ભ રહી ગયું હતું. દીકરી ગર્ભવતી હોવાનું તેની માતાને જાણ થતાં આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. રામોલ પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ આર્મીમાં ફરજ બજાવતો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. તેની વિરુદ્ધ અગાઉ અમરાઈવાડી અને શાહીબાગમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. અને જેલમાં સજા ભોગવી હતી. આરોપીને બે દીકરીઓ છે. જ્યારે ભોગ બનનાર સગીરા ઘણા વર્ષોથી પોતાની માતા સાથે આરોપીના મકાનમાં ભાડે રહેતી હતી. પોતાની દીકરીની ઉંમરન સગીરાને આરોપી ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો હતો. સગીરા જ્યારે 4 માસ ગર્ભવતી થતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાના કેસમાં રામોલ પોલીસે આરોપી અને સગીરાને મેડિકલ તપાસ કરાવ્યુ છે. અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનો ગંભીર ગુનાહિત ઇતિહાસ છે. જેથી અન્ય કોઈ ગુના આચાર્ય છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.