વડાલીના રહેડા ગામની નિરમા ઠાકોરની ઇન્ટરનેશનલ ફૂટબોલ ટીમમાં પસંદગી

સાબરકાંઠા: વડાલીના રહેડા ગામની નિરમા ઠાકોરની ફૂટબોલ ટીમમાં પસંદગી થતા દેશભરમાં સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું છે. જાપાનમાં 15મી ફેબ્રુઆરીએ ફૂટબોલ મેચ યોજાશે. દિવ્યાંગ નિરમા ઠાકોર કેટલાય સમયથી રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરે છે. રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ કેટલાય મેડલ જીતી ચૂકી છે.
ઇન્ટરનેશનલ ફૂટબોલ ટીમમાં પસંદગી થતા વડાલી સહિત જિલ્લાભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નિરમા ઠાકોરની કોચી ખાતે ટ્રેનિંગ ચાલી રહી છે.