December 14, 2024

શું તમને કારમાં મુસાફરી કરતી વખતે ઉલટી થાય છે? આ ફીચર કંટ્રોલ કરશે

Car Motion Sickness: શું તમને કારમાં પ્રવાસ પર જતી વખતે ઉલટી થાય છે? તમે લાંબી મુસાફરી કરતા પહેલા આ ભય લાગે છે? જો તમને પણ કારમાં પ્રવાસ કરતી વખતે ઉલટી થાય છે તો હવે એપલના આ ફીચર આવી ગયું છે. આવો જાણીએ શું આવ્યું છે આ ફીચર અને કેવી રતે કરશે કંટ્રોલ.

સમસ્યા હવે થશે દુર
તમે કારમાં લાંબી મુસાફરીમાં જાવ છો અને તમને તે સમયે મોશન સિકનેસ થાય છે, તો આ નવું ફીચર તમારા માટે ઉપયોગી બની શકે છે. Apple તેના વપરાશકર્તાઓની સુવિધા માટે નવા અપડેટ્સ પર કામ કરી રહ્યું છે. એપલે તેના યુઝર્સ માટે નવા એક્સેસિબિલિટીની જાહેરાત કરી છે. જે લોકો કાર ચલાવતી વખતે મોશન સિકનેસથી પીડાય તેમની સમસ્યા હવે Appleનું નવું ફીચર દુર કરશે.

આ છે નવું ફીચર
એપલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે આ સમસ્યાને દૂર કરવા માટે Apple iPhone અને iPad માટે એક નવું ફીચર એડ જઈ રહ્યું છે. આ ફીચરનું નામ છે “વ્હીકલ મોશન ક્યુઝ”. આ ફીચર તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે, આના દ્વારા તમે ચાલતા વાહનમાં મોશન સિકનેસ ઓછી કરી શકશો. જેના કારણે તમને ઉલટી થવાની શક્યતા ખુબ ઓછી થઈ જાય છે.

આ પણ વાંચો: નવી કારમાં CNG કિટ ફીટ કરાવવી ફાયદાકારક કે નુકસાનનો સોદો?

ઓટોમેટિક શરૂ થઈ જશે
એપલે પોતાના નવા ફીચર વિશે જણાવ્યું હતું. જેમાં કારની વ્હીકલ મોશન ક્યૂઝમાં, કારની સ્પીડ બદલાતા સ્ક્રીનની બાજુમાં નાના બિંદુઓ ફરતા રહેશે. જેના કારણે તમારી નર્વસનેસ ઓછી થશે. એપલે જણાવ્યા અનુસાર આ ફીચર ઓટોમેટિક શરૂ થઈ જશે. હાલમાં આ ફીચરને લઈને કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આ ફીચરને શરૂ કરી દેવામાં આવશે. આ ફીચર સિવાય કંપની ઘણા એક્સેસિબિલિટી ફીચર્સ પર કાર્ય કરી રહી છે. જેમાં તમે આઇ ટ્રેકિંગ ફીચર પણ સામેલ છે. જે લોકો શારીરિક રીતે અક્ષમ છે તેમની આંખોની મદદ માટે ફીચર લાવવામાં આવશે.