December 11, 2024

પુતિન બન્યા મોદીના ફેન, વખાણ કરતા કહી આ વાત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી છે. વ્લાદિમીર પુતિને ગુરુવારે ‘રશિયન વિદ્યાર્થી દિવસ’ નિમિત્તે કાલિનિનગ્રાડ ક્ષેત્રમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ સમયે તેમણે ભારતના વડાપ્રધાનની ટિપ્પણી કરી હતી.

વ્લાદિમીર પુતિને શું કહ્યું?
એજન્સીએ આપેલી માહિતી અનુસાર વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર ધરાવે છે. વર્તમાન વડાપ્રધાનની નેતૃત્વ કુશળતાને કારણે ભારત આટલી ગતિએ પહોંચ્યું છે. વ્લાદિમીર પુતિને વધુમાં કહ્યું કે ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે, જે આજના વિશ્વમાં તે સરળ ના કહી શકાય. પરંતુ 1.5 અબજની વધુ વસ્તી ધરાવતા ભારત દેશને તે કરવાનો અધિકાર છે. તે અધિકાર ભારતના વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. વધુમાં કહ્યું કે આ માત્ર નિવેદન નથી, પરંતુ સાથે મળીને કામ કરવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ કહી શકાય.

આ પણ વાચો: રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ

મેક ઇન ઇન્ડિયા
આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ પણ ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ ની પહેલને લઈને પ્રશંસા કરી હતી. કહ્યું કે ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ રશિયાથી આવ્યું છે. અમારી કંપની રોસનેફ્ટ દ્વારા ઓઇલ રિફાઇનરી, ગેસ સ્ટેશનોનું નેટવર્ક, બંદર વગેરેના સંપાદનમાં 23 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.

યુક્રેનના વડાપ્રધાને કર્યા મોદીના વખાણ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના પ્રધાનમંત્રીએ ભારતને તેના 75માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ યુક્રેનને મદદ અને માનવતાવાદી સમર્થન પણ આપ્યું છે. ડેનિસે યુક્રેનને મદદ અને માનવતાવાદી સમર્થન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. ડેનિસનું કહેવું છે કે પીએમ મોદી આજે એવા વ્યક્તિ તરીકે જોવા મળે છે જે માત્ર વિશ્વ શાંતિ માટે કાર્ય કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીને જી-20 દેશોના મોટા નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાચો: યુક્રેનના વડાપ્રધાને કર્યા મોદીના વખાણ, કરી દીધી આ વાત