September 20, 2024

Bengalમાં મતદાન દરમિયાન હિંસા, લોકોએ EVM લૂંટી તળાવમાં ફેંક્યા

Lok Sabha Election: દેશમાં સાતમા અને અંતિમ તબક્કાના મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે બંગાળમાં ભારે હંગામો થવાના અહેવાલો મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના ભાંગરમાં CPI (M) અને ISFના કાર્યકરોએ ટીએમસી સમર્થકો પર બોમ્બમારો કરવાના આરોપ લગાવામાં આવ્યા છે. ચૂંટણી કાર્યાલયે પણ આ વિશે ટ્વીટ કર્યું છે. જયનગરમાં બેનીમાધવપુર સ્કૂલ પાસે સેક્ટર ઓફિસર પાસેથી રિઝર્વ EVMની સાથે દસ્તાવેજો લૂંટી લીધા છે. આ સાથે 2 વીવીપેટ મશીન તળાવમાં ફેંકી દીધા હતા.

પાણીમાં ફેંકી દેવામાં આવ્યા
દેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 8 રાજ્ય અને 57 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પોલીસે ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભાંગરના સતુલિયા વિસ્તારમાં ISF અને CPIMના કાર્યકર્તાઓ TMC પર ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો: આજે અંતિમ તબક્કાનું મતદાન, 904 ઉમેદવારનું ભવિષ્ય થશે EVMમાં કેદ

લાઠીચાર્જ કરવો પડ્યો
TMC સમર્થકો પર બોમ્બ હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બનાવ બનતાની સાથે વધારે સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. લોકોની એટલી ભીડ વધી કે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપમાં આપેલી માહિતી પ્રમાણે સવારે 9 વાગ્યા સુધી 11.31% મતદાન થયું છે. સૌથી વધુ 14.35% મતદાન હિમાચલ પ્રદેશમાં અને સૌથી ઓછું 7.69% મતદાન ઓડિશામાં થયું હતું.