November 23, 2024

વિનેશ ફોગાટની અપીલ પર IOC પ્રમુખનું નિવેદન

IOC: વિનેશ ફોગાટે ફાઈનલ માટે ગેરલાયક ઠેરવતા તેણે CASમાં અપીલ દાખલ કરી હતી. શુક્રવારે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે ગઈ કાલે કોર્ટે કહ્યું કે પેરિસ ઓલિમ્પિકના સમાપન પહેલા કેસ પર નિર્ણય લેવામાં આવશે. આ વચ્ચે વિનેશ ફોગાટની અપીલ પર IOC પ્રમુખનું નિવેદન આપ્યું છે.

IOC પ્રમુખનું નિવેદન
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બેચે મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે એક કેટેગરીમાં બે સિલ્વર મેડલ આપી શકાય નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન જે પણ નિર્ણય કરશે તેનું પાલન ચોક્કસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિનેશે 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ વજન વર્ગની ફાઇનલમાં યુનાઇટેડ સ્ટેટ્સની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે મુકાબલો કરવાની હતી. પરંતુ તેનો જ્યારે વજન કરવામાં આવ્યો ત્યારે 100 ગ્રામથી વધુ વજન હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવી દેવામાં આવી હતી. આ બાદ ફોગાટે સિલ્વર મેડલ આપવા માટે CASને વિનંતી કરી હતી. CASનો નિર્ણયઓલિમ્પિક સમાપ્ત થાય તે પહેલા આવી જશે.

આ પણ વાંચો: અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા

પ્રેસ કોન્ફરન્સમાં કહી આ વાત
પ્રેસ કોન્ફરન્સમાં થોમસ બેચે માહિતી આપતા જણાવ્યું કે એક કેટેગરીમાં બે સિલ્વર મેડલ હોઈ શકે નહીં. આંતરરાષ્ટ્રીય મહાસંઘના નિયમોનું પાલન કરવું પડશે. IOC પ્રમુખે એમ કહીને સમાપ્ત કર્યું કે અંતે તેઓ CASના નિર્ણયને સ્વીકારશે. અગાઉ CSAએ વિનેશ ફોગાટ દ્વારા દાખલ કરેલી અપીલને સ્વીકારીને મેડલની આશા જીવંત રાખી હતી. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ફોગાટ કેસનો નિર્ણય ઓલિમ્પિકના સમાપન પહેલા આપી દેવામાં આવશે.