February 17, 2025

Vinesh Phogat ઓલિમ્પિકથી બહાર થતા જ સંસદમાં હંગામો, રમતગમત મંત્રી કરશે પ્રેસ કોન્ફરન્સ

Vinesh Phogat Disqualified In Paris Olympics: ભારતની સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગટે પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આજે ફાઈનલ મેચના દિવસે વજન વધારે હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ પછી વિપક્ષના કેટલાક સાંસદોએ લોકસભામાં હંગામો મચાવ્યો હતો.

કેન્દ્રીય રમતગમત મંત્રી નિવેદન આપશે
વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થવા પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલનું કહેવું છે કે કેન્દ્રીય રમતગમત મંત્રી આજે બપોરે 3 વાગ્યે આ મામલે નિવેદન આપશે.

આ પણ વાંચો: દોરડા કૂદ્યા… દોડતી રહી અને સાયકલિંગ કરી.. ઓલિમ્પિકમાં અનહોની ટાળવા ફોગાટે કર્યા અનેક પ્રયત્ન

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર કરવા પર તેના કાકા મહાવીર ફોગાટે કહ્યું કે,’મારી પાસે કહેવા માટે કંઈ નથી. સમગ્ર દેશને સોનાની આશા છે. નિયમ એવો છે કે જો કોઈ કુસ્તીબાજનું વજન 50-100 ગ્રામ વધારે હોય તો તેને સામાન્ય રીતે આવું કરવાની છૂટ હોય છે. હું તેને આગામી ઓલિમ્પિક માટે તૈયાર કરીશ.

પીએમ મોદીએ પોસ્ટ કરી
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને વિનેશને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે લખ્યું, વિનેશ, તું ચેમ્પિયન વચ્ચે ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત બનીને પાછા આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.