રાજકોટમાં ફાયરિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે કરી કાર્યવાહી

Rajkot Crime: રાજકોટમાં ફાયરિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ થયો હતો. કુવાડવા પોલીસ મથક વિસ્તારનો આ ફાયરિંગનો વીડિયો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ગોડાઉનની છતમાંથી ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. નવાગામ મફતિયાપરમાં રહેતા અજય ઉર્ફે અજુ ઝાપડાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સોનિયા ગાંધી શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી કેમ કરવા માંગે છે?
યુવાનનો વીડિયો વાયરલ થતા કાર્યવાહી
અવાર નવાર ફાયરિંગ કરતા યુવાનોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પોલીસ પણ આવા વીડિયો વાયરલ થતાની સાથે કાર્યવાહી કરે છે. ફરી એક વખત રાજકોટમાં એક યુવકનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસને વીડિયોની જાણ થતાની સાથે કુવાડવા વિસ્તારના પોલીસ મથકે કાર્યવાહી કરી છે, પોલીસે કાર્યવાહી કરતાની સાથે આરોપી ફતિયાપરમાં રહેતા અજય ઉર્ફે અજુ ઝાપડાની ધરપકડ કરી છે. આરોપીએ પોતાના પરવાના વાળા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું