Vi વધારશે ટેલિકોમ કંપનીઓનું ટેન્શન, આ મહિને 5G સેવા શરૂ થશે

Vi 5G service launch date: થોડા જ સમયમાં વોડાફોન આઈડિયા મોટો ધમાકો કરી શકે છે. Vi એ 5G સેવાને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત પછી અન્ય ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધી ગયું છે. આવો જાણીએ Vi શું કરી એવી જાહેરાત.
આ પણ વાંચો: આવતીકાલે વધુ 119 ભારતીય USથી ડિપોર્ટ કરાશે
VI જિયો-એરટેલનો ખેલ બગાડશે
5G સેવા શરૂ કરનારી પહેલી કંપની એરટેલ હતી. થોડા જ દિવસમાં જિયોએ પણ 5G લોન્ચ કર્યું હતું. VI છેલ્લા ઘણા સમયથી 5G સેવાની રાહ જોઈ રહ્યા છે, , VI પણ હવે 5Gમાં એન્ટ્રી મારશે. દિલ્હી, ચંદીગઢ, બેંગલુરુ અને પટનામાં એપ્રિલ મહિનામાં 5G સેવા શરૂ કરવામાં આવશે. જોકે વોડાફોન આઈડિયાએ હજુ સુધી 5G નેટવર્કમાં ઉપલબ્ધ સ્પીડનો ખુલાસો કર્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કેVi 5G રિચાર્જ પ્લાન બીજા પ્લાન કરતા સસ્તા હોય શકે છે.