December 6, 2024

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ચૂંટણી પ્રચારની શરૂઆત

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વાવના ઢીમા ખાતે ધરણીધર અને ઢીમણનાગ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

માવજી પટેલે ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ચૌધરી મતો ક્યારેય વેચાશે નહીં, ભલે કોઈ કહે કે બટેંગે તો કટેંગે પણ અમારો સમાજ મારી સાથે જ છે. તેમજ અન્ય સમાજોનો પણ મને પૂરો સાથ મળી રહ્યો છે. હવે બધા નેતાઓ બનીને નીકળી પડ્યા છે, પણ હું અહી વર્ષોથી કામ કરૂં છું. પ્રજા બધાને ઓળખે છે, આજે ઢીમાથી હું બાઇક રેલીરૂપે, ટડાવ, બાલુત્રી, સણવાલ, દૈયાપ, માવસરી, કુંડાળીયા, રાધાનેસડા, ચોથારનેસડા, ભાખરી, રાછેણા, ગોલગામ, બુકણા, ખીમાણાવાસ થઈને વાવ જઈશ વચ્ચે અનેક ગામોમાં ચૂંટણી પ્રચાર કરીશ.