November 10, 2024

વંદે ભારતનો મેકિંગ ચાર્જ શતાબ્દી કરતાં 237.16% વધુ, RTIમાં ચોંકાવનારો ખુલાસો  

RTI - NEWSCAPITAL

સુરતઃ વંદે ભારત ટ્રેનને બનવવામાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ દાવો કર્યો છે. તાજેતરમાં દેશની પ્રતિષ્ઠિત ટ્રેનોમાં વંદે ભારતની ગણના થાય છે તેવામાં RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા આરટીઆઇ અંતર્ગત રેલવે વિભાગ પાસે માહિતી માંગી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે શતાબ્દી એક્સપ્રેકસની તુલનામાં વંદે ભારત ટ્રેનનો મેકિંગ ચાર્જ વધુ છે.

વંદે ભારત અને શતાબ્દી ટ્રેનના મેકિંગ ચાર્જનું કંપેરિઝન કરાયું
સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ વંદે ભારત ટ્રેનને લઈને રેલવે વિભાગ પાસે આરટીઆઇ કરી માહિતી માંગી હતી જેમાં રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સંજયભાઈએ વ્યક્ત કરી હતી. આરટીઆઇ મુજબ તેમણે દાવો કર્યો કે, વંદે ભારતનો મેકિંગ ચાર્જ શતાબ્દીની તુલનામાં 237.16% વધુ છે. મેકિંગ ચાર્જ શતાબ્દીની તુલનામાં વધુ હોવાના કારણે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, વંદે ભારત અને શતાબ્દી ટ્રેનના મેકિંગ ચાર્જનું કંપેરિઝન કરાયું હતું. વંદે ભારત ટ્રેનના 16 કોચનો નિર્માણ ખર્ચ 104.35 કરોડ છે જ્યારે શતાબ્દી એકપરેક્સના 16 કોચના નિર્માણનો ખર્ચ 44.02 કરોડ છે.RTI - NEWSCAPITAL બંને ટ્રેનની પ્રતિ કલાક સ્પીડ પણ સમાન
વંદે ભારત ટ્રેનનું એક કોચનો નિર્માણ ખર્ચ 6.52 કરોડ છે અને શતાબ્દી એક્સપ્રેસનનો એક કોચ બનાવવાનો ખર્ચ ફક્ત 2.75 કરોડ છે. વંદે ભારત ટ્રેનની વધુમાં વધુ અનુવદાનીય સ્પીડ 130 કીમી પર કલાક છે. જ્યારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની પણ વધુમાં વધુ અનુવદાનીય સ્પીડ 130 કીમી પર કલાક છે. વધુમાં તેમણે કહ્યું કે, વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચ એર કંડીશન છે અને વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બંને ઇલેક્ટ્રિક એન્જીનથી ચાલે છે તો બેસવાની ક્ષમતામાં પણ બંને ટ્રેનમાં સમાન જ છે.

ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેનની સૌ પ્રથમ શરૂઆત વર્ષ 2019 માં દિલ્હીથી વારાણસી વચ્ચે થઈ હતી. હાલ સમગ્ર દેશમાં 82 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાના આરોપો બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.