September 20, 2024

વલસાડ પોલીસે કરી VVIP ચોરની ધરપકડ, 16 ગુનાઓનો ભેદ ઉકેલાયો

હેરાતસિંહ, વલસાડ: વલસાડ જિલ્લાના વાપીમાં 21 દિવસ અગાઉ થયેલી રૂ.1 લાખની ઘરફોડ ચોરીની તપાસમાં વલસાડ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બહુનામધારી મુંબઇથી VVIP ચોરને ઝડપી પાડ્યો છે. આ VVIP ચોરની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલ તો પોલીસ આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  

વલસાડ જિલ્લાના વાપીમાં 21 દિવસ અગાઉ થયેલી રૂ.1 લાખની ઘરફોડ ચોરીની તપાસમાં જિલ્લા પોલીસે મુંબઇથી એક આંતરરાજ્ય બહુનામધારી ચોરીના આરોપીને સિકંજામાં લઈ દેશના અનેક રાજ્યોમાં કુલ 16 ચોરીનો ભેદ ઉકેલી તેની પાપલીલાનો પર્દાફાશ કર્યો છે. આ ઘરફોડ VVIP ચોર મુંબઈ ખાતે કરોડના ફ્લેટમાં પરિવાર સાથે રહે છે અને ઓડી કારમાં ફરતો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસ માં થયો છે.વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્રના મુંબ્રા ખાતે ધામો નાંખી સ્થાનિક પોલીસની મદદથી એક વૈભવી ઘરફોડ ચોરીના આંતરરાજ્ય ચોરીના આરોપી રોહિત કનુભાઈ દયાભાઈ સોલંકી ઉર્ફ રોહિત ચેતન શેટ્ટી ઉર્ફ અરહાન ચેતન શેટ્ટીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે.

VVIP ચોર સામે અનેક રાજ્યોમા ગુના નોંધાયેલા છે.જેને પકડવા વલસાડ જિલ્લા પોલીસની ટીમે સતત વોચ રાખી તેને ઝડપતાં અનેક ચોંકાવનારી બાબતો બહાર આવી છે વાપીના ચોરીના કેસમાં પકડાયેલો આરોપી રોહિત વૈભવી જીવનશૈલીનો શોખીન છે. મુંબઇ ના મુંબ્રા વિસ્તારમાં 1 કરોડ રૂપિયા ના ભાડા વાળા ફ્લેટ માં પોતાની પત્ની સાથે રહે છે તે ચોરી કરવા માટે ફલાઈટમાં જતો અને વૈભવી હોટલોમાં રોકાણ કરતો અને હોટલ ની કેબ બુકીંગ કરી દિવસ દરમિયાન સોસાયટીઓમાં રેકી કરી ઘરફોડ ચોરીના ગુના આચરતો હતો ,આરોપી રૂ.10 લાખની ઓડી કંપનીની લક્ઝરિયાસ કાર ધરાવે છે.આ ઉપરાંત તે મુંબઈના ડાન્સબાર તથા નાઈટ ક્લબમાં પણ લીલાલહેર કરવાનો શોખીન છે.અને VVIP ચોર ડ્રગ્સ નો બંધાણી છે અને તેના ડ્રગસ નો મહિના નો ખર્ચો 1.50 લાખ રૂપિયા છે.

અનેક રાજ્યમાં ચોરી કરવા માટે કોઈપણની મદદ લીધા એકલા હાથે ચોરીને અંજામ આપી ફ્લાઇટ માં ફરાર થઈ જતા ચોર ને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પડવામાં આવ્યો છે અને તેની પાસે થી ઓડી કાર કી. રૂ 10 લાખ અને સોના ચાંદી ના દાગીના કી.રૂ 2 લાખ મળી કુલ્લે રૂપિયા 12.37.829 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.