December 5, 2024

વલસાડમાં બસની બ્રેક ફેઇલ થતા અકસ્માત; એક વ્યક્તિનું મોત, 10 ઇજાગ્રસ્ત

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના કરચોન ગામે બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

કપરાડાના દૂધની રોડ પર ટર્નિંગ પોઇન્ટ પાસે બસની બ્રેક ફેઇલ થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નવસારીની ઓમ સાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. બસ પ્રવાસીઓને દૂધની જેટી તરફ લઈ જઈ રહ્યા હતા તે સમયે દુર્ઘટના સર્જાઈ છે.

બ્રેક ફેઇલ થતા બસમાંથી કંડક્ટર કૂદી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કંડક્ટર બસના પાછલા ટાયરમાં આવી જતા ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. આ ઉપરાંત તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.