સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો, ટ્યુશન ક્લાસમાં શિક્ષકે 11 વર્ષીય કિશોરી સાથે કર્યા અડપલાં

વડોદરા: સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. તરસાલી વિસ્તારમાં આવેલ આઇડલ ક્લાસિસનો શિક્ષક હવસખોર બન્યો હતો. ટ્યુશન ક્લાસમાં આવતી 11 વર્ષીય કિશોરી સાથે શિક્ષકે શારિરીક અડપલા કર્યા હતા.

શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓને પાર્ટીના પૈસા આપી બહાર મોકલ્યા હતા. ત્યાર બાદ આ બાળકીને ખોળામાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હતા. છેલ્લા એક વર્ષથી કિશોરી ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી. પોલીસે લપટ શિક્ષક નીતિન ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે. હવસખોર શિક્ષક એક ખાનગી શાળા સહીત આઇડલ ક્લાસિસમાં નોકરી કરતો હતો. ક્લાસિસના અમુક CCTV બંધ છે, ચાલુ CCTVની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે.