વાઘોડિયા વિધાનસભાની બેઠક પર ત્રિપાંખિયો જંગ, મધુ શ્રીવાસ્તવે અપક્ષ ફોર્મ ભર્યું

વડોદરાઃ લોકસભાની સાથે સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી પણ યોજાવવાની છે. ત્યારે પાંચેય બેઠક પર ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. તેમાંની એક બેઠક વડોદરા જિલ્લામાં આવતી વાઘોડિયા વિધાનસભા બેઠક છે. ત્યારે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાય તેવી શક્યતા છે.
ભાજપ કોંગ્રેસ બાદ છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય પદ પર રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવએ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ધીરજ ચોકડીથી રેલી સ્વરૂપે નીકળી સેવા સદન ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર કટાક્ષ કર્યા હતા.
આ પણ વાંચોઃ AAPમાંથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામુ
તેમણે કહ્યુ હતુ કે, ‘સવા વર્ષમાં વાઘોડિયાની જનતાની કેટલીક જમીનો લખાઈ લેવામાં આવી છે. પોતાના લાભ માટે અહીં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મને વાઘોડિયાની જનતાએ છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય બનાવ્યો હતો. પરંતુ રોજે રોજ દાળ-ભાત ન ભાવે એટલા માટે વાઘોડિયાની જનતાએ બીજો ટેસ્ટ કર્યો હતો, પરંતુ હવે લોકો જાણી ગયા છે.
આ પણ વાંચોઃ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્ર, ક્યાંક જાહેર સભા તો ક્યાંક રેલી
આ સાથે સાથે મધુ શ્રીવાસ્તવના વિધાનસભા ડમી ઉમેદવાર તરીકે પુત્રી નીલમ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. કારણ કે, જો આગામી સમયમાં સમય સંજોગોને માન આપીને મધુ શ્રીવાસ્તવ દીકરીને મેદાનમાં ઉતારે તો નવાઈની વાત નહીં. ઉલ્લેખનીય છે કે, વાઘોડિયામાં આવતીકાલથી મધુ શ્રીવાસ્તવ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.