December 11, 2024

સાવલીમાં ફરીવાર વિવાદ, ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવ્યો

vadodara savli vijaysinh vaghela viral video Accusation kuldeepsinh raolji

વિજયસિંહ વાઘેલાએ વીડિયો વાયરલ કરી આક્ષેપ કર્યા

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં ફરીવાર ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે. સાવલી તાલુકામાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું હતું અને 14 કલાકમાં જ પરત ખેંચ્યું હતું.

ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ વીડિયો વાયરલ કરી કુલદીપસિંહ રાઉલજી પર અનેક આક્ષેપ કર્યા છે. તેમણે સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ડેરીમાં યુવાનોને નોકરી આપવા માટેના ખોટા વાયદા કર્યા છે. હજુ આક્ષેપ કરતા તેઓ વીડિયોમાં જણાવે છે કે, સમાજની વાડી બનાવવાનું પણ પોકળ વચન આપ્યું છે. સમાજના લોકોના મત લઈ હવે હાથ અધ્ધર કરી નાંખ્યા છે.

આ પણ વાંચોઃ હવે જાહેરમાં થૂંક્યા તો પણ મેમો ઘરે પહોંચશો, CCTV AIથી કામ કરશે

ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભામાં ટિકિટ ન મળતા વિજયસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. પહેલાં બંને નેતાઓ કોંગ્રેસમાં હતા. તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી ટાણે ભાજપની જૂથબંધીએ ભારે ચર્ચા જગાવી છે.

સાંસદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર
મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં સાંસદ રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના વિરોધમાં શહેરભરમાં અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પોલીસે આ મામલે કોંગ્રેસના એક કાર્યકરની અટકાયત પણ કરી હતી.

આ પણ વાંચોઃ મને કોંગ્રેસે ગાંધી આશ્રમના વિકાસનો વિરોધ કરવા કહ્યું, કયા મોઢે કરુંઃ મોઢવાડિયા

સાવલીના ધારાસભ્યનું રાજીનામુ
તો બીજી તરફ, બે દિવસ પહેલાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને મેઇલ કરી નાંખ્યો હતો. ત્યારબાદ 14 કલાકમાં જ ભાજપે તેમને ફરી મનાવી નાંખ્યા હતા અને તેમણે રાજીનામુ પરત લઈ લીધું છે.