January 13, 2025

વડોદરાના નામાંકિત બિલ્ડરને ત્યાં ITના દરોડા, 100થી વધુ અધિકારીઓ જોડાયાં

વડોદરાઃ ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરામાં બે બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વડોદરામાં એક ડઝનથી પણ વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

વડોદરાના નામાંકિત બિલ્ડર નિલેશભાઈ શેઠ અને સોનકભાઈ શાહ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. અમદાવાદ, સુરત અને બરોડાથી આશરે 100 પણ વધુ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયાં છે. મહત્વનું છે કે, તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.