October 4, 2024

વડાલી આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીનું કરાયું સન્માન, ચેસમાં બતાવ્યું અદ્વિતીય કૌશલ્ય

સાબરકાંઠા: વડાલી આર્ટ્સ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી સાબરકાંઠાની દીકરી પૂજા ઋષિકેશભાઈ જોષીએ ચેસની સ્પર્ધામાં ગજબની આવડત બતાવી છે. પૂજા જોશીએ બાયડ ખાતે યોજાઈ ગયેલા ચેસ સ્પર્ધામાં વિજેતા બની છે. હવે તેઓ, યુનિવર્સિટી તરફથી નેશનલ લેવલ પર ચેસ ટુર્નામેંટમાં ભાગ લેશે. આગામી સમયમાં તેઓ નેશનલ ચેસ ટુર્નામેન્ટ રમવા ભોપાલ (મધ્યપ્રદેશ) જશે.

પૂજા ઋષિકેશભાઈ જોષીની આ અમૂલ્ય સિદ્ધિ બાદ વડાલી આર્ટ્સ કોલેજ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના મુખ્યદાતા શેઠ ભૂરાલાલના પરિવાર વતીથી તખતસિંહ હડિયોલ સાહેબ દ્વારા 15 ઓગસ્ટના રોજ આયોજિત કાર્યક્રમમાં રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું.

વડાલીની શાળામાં કેજી-1 થી ધોરણ 12 સુધી એમ 14 વર્ષ સુધી અભ્યાસ કરી ધોરણ 12માં સમગ્ર તાલુકામાં 99.71 અને A1 ગ્રેડ મેળવી પૂજા જોશીએ પ્રથમ નંબર સાથે પાસ થયા હતા. પૂજા જોશી હાલ વડાલી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે, વડાલી કેળવણી મંડળ સંચાલિત આર્ટસ કોલેજમાં કોલેજમાં સ્પોર્ટ્સને લઈ સારી એવી એક્ટિવિટી કરવામાં આવે છે. કોલેજના વિદ્યાર્થીઓ કબડ્ડી, ખોખો, ખેલકુદ, ચેસ જેવી રમતો યોજાતી રહે છે.