October 11, 2024

ભારતીય મૂળના વૈજ્ઞાનિકનો પ્રયોગ, 52 વર્ષ બાદ અસ્થિ અવકાશમાં મોકલવી શક્ય

વોશિંગ્ટન.ચાંદ કે પાર ચલો”… ચાંદા મામાના ઘરે જવા દુનિયાના દરેક દેશ મથી રહ્યા છે. જેમાં ઘણા દેશો નિષ્ફળ પણ થયા છે અને ઘણા દેશો ચાંદ પર પહોંચી પણ ગયા છે. ત્યારે અમેરિકાએ 52 વર્ષ પછી ચંદ્ર પર જવાનું સપનું પૂરું કર્યું છે. અમેરિકા વિશ્વના પ્રથમ ખાનગી ચંદ્ર મિશન હેઠળ પેરેગ્રીન લેન્ડર વનને સફળતાપૂર્વક લોન્ચ કરનાર દેશ બની ગયો છે. એસ્ટ્રોબોટિક નામની કંપનીએ આ મિશનને તૈયાર કરવામાં મહત્વનો ભાગ છે. તમને જણાવી દઈએ કે આ મિશનને ભારતીય મૂળના વૈજ્ઞાનિકો લીડ કરી રહ્યા છે. આ ચંદ્ર મિશનની ખાસ વાત એ છે કે અવકાશયાન પોતાની સાથે માનવ હાડકાંને પણ મોકલવામાં આવ્યા છે.

વિશ્વનું પ્રથમ કોમર્શિયલ લેન્ડર
એક માહિતી અનુસાર વિશ્વનું પ્રથમ કોમર્શિયલ લેન્ડર તારીખ 23 ફેબ્રુઆરી 2024ના ચંદ્ર પર પહોંચી જશે. વૈજ્ઞાનિકોએ આપેલી માહિતી અનુસાર આ કોમર્શિયલ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વધુમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓએ ભારતના ચંદ્રયાન-3ની સફળતા પણ જોઈ છે અને રશિયાના લુના મિશનની નિષ્ફળતા પણ જોઈ છે. આ મિશનને લીડ એસ્ટ્રોબોટિક ટેકનોલોજીમાં મિશન ડિરેક્ટર શરદ ભાસ્કરન કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેઓ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે.

માનવ હાડકાં ચંદ્ર પર
આ મિશનની ચોંકાવનારી વાત એ છે કે ચંદ્ર પર માનવ હાડકા મોકલવામાં આવી રહ્યા છે. એલિસિયમ સ્પેસ અને સેલેસ્ટિસ નામની બે ખાનગી કંપનીઓ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં માનવ હાડકાંની સાથે કેટલાક પસંદ કરેલા માનવોના ડીએનએ નમૂનાઓ પણ ચંદ્ર પર મોકલવામાં આવી રહ્યા છે. એક માહિતી અનુસાર ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન, ડ્વાઇટ આઇઝનહોવર અને જોન એફ. કેનેડીના ડીએનએ સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે. ટોટલ ડીએનએ સેમ્પલના 265 કેપ્સ્યુલ મોકલવામાં આવ્યા છે.

શરદ ભાસ્કરન કોણ છે?
શરદ ભાસ્કરનની LinkedIn પ્રોફાઇલ મુજબ પિટ્સબર્ગ, પેન્સિલવેનિયામાં એસ્ટ્રોબોટિક ટેક્નોલોજી ઇન્ક.માં મિશન ડિરેક્ટર છે. તેઓ આ કંપની સાથે 7 વર્ષ અને 7 મહિનાથી જોડાયેલા છે. શરદ ભાસ્કરન ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. તેમણે શિક્ષણમાં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Sc ડિગ્રી મેળવી છે. નાસાનાએ આપેલી માહિતી અનુસાર આ મિશનનો હેતુ ચંદ્ર પર પાણીના પરમાણુઓ શોધવાનો અને લેન્ડરની આસપાસના કિરણોત્સર્ગ અને વાયુઓને માપવાનું આ સાથે ચંદ્રની સપાટી પરના વાયુઓના પાતળા સ્તરનું મૂલ્યાંકન કરવાનો છે.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં પાંચમી વખત ‘હસીના’ PM, ભારતનો ભૂતકાળ વાગોળ્યો