September 18, 2024

ODI ક્રિક્રેટમાં સૌથી વધુ મેચ હારનાર આ ટીમો માટે વર્ષ 2023 રહ્યું Unlucky !

Cricket

વર્ષ 2023 પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. સૌ કોઈ નવા વર્ષને આવકારવા અને થર્ટી ફર્સ્ટને લઈને ઉત્સુક છે. આ વર્ષ ક્રિક્રેટ જગતમાં પણ ઘણા ઉતાર-ચડાવ વાળું રહ્યું. તેની વચ્ચે અહીં જાણો કે આ વર્ષે કઈ ટીમ સૌથી વધુ ODI મેચ હારી છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં નવી તકનીકની એન્ટ્રી, બાઉન્ડ્રીને બોલ સ્પર્શતા જ થશે કંઈક આવું!

વર્ષ 2023 ODI ક્રિકેટ માટે ખૂબ જ ખાસ રહ્યું. ICCની સૌથી મોટી ટુર્નામેન્ટ ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં રમાયો હતો. ભલે ભારતીય ટીમ વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી ન હતી, પરંતુ એકંદરે આ વર્ષ ભારત માટે ઘણું સારું રહ્યું. જો કે, કેટલીક ટીમો એવી હતી કે જેના માટે આ વર્ષ ઘણું અશુભ સાબિત થયું. આવો તમને જણાવીએ આ વર્ષે રમાયેલી ODI મેચોનો રેકોર્ડ. કઈ ટીમને ODI મેચોમાં સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે?

Cricket

બાંગ્લાદેશ સૌથી કમનસીબ ટીમ બની
બાંગ્લાદેશ વર્ષ 2023માં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે 2023માં કુલ 32 ODI મેચ રમી હતી, જેમાંથી 18 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ માટે આ વર્ષ સૌથી અશુભ સાબિત થયું છે. આ પછી UAE એવી ટીમ બની ગઈ છે જે સૌથી વધુ ODI મેચ હારી છે. UAEએ પણ આ વર્ષે કુલ 26 મેચ રમી હતી, જેમાંથી તેને 17 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ યાદીમાં ન્યુઝીલેન્ડનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ RCBના સ્ટાર ખેલાડીને લાગ્યો મોટો ઝટકો, ઓક્શનના બે દિવસ બાદ જ લગાવાયો પ્રતિબંધ

આ યાદીમાં શ્રીલંકાનું નામ પણ સામેલ છે
ICC વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનારી ટીમ ન્યુઝીલેન્ડે આ વર્ષે રમાયેલી કુલ 33 મેચોમાંથી 17 મેચ હારી છે. આ યાદીમાં શ્રીલંકાની ટીમ ચોથા સ્થાને છે. આ વર્ષે આ ટીમનું પ્રદર્શન સારું નહોતું, શ્રીલંકાને વર્લ્ડ કપમાંથી ખરાબ રીતે બહાર થવું પડ્યું હતું. શ્રીલંકાએ આ વર્ષે કુલ 31 મેચ રમી હતી જેમાંથી 15 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તો તેની સામે નેધરલેન્ડે આ વર્ષે અજાયબીઓ કરી છે. નેધરલેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને જોરદાર અપસેટ સર્જ્યો હતો, પરંતુ એકંદરે નેધરલેન્ડને આ વર્ષે રમાયેલી કુલ 22 મેચમાંથી 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.