‘સ્ત્રી 2’નો અનોખો રેકોર્ડ, બે દિવસમાં 118 કરોડની કમાણી કરનાર પ્રથમ ‘સ્ત્રી’ પ્રધાન ફિલ્મ
Stree 2 Box Office: શ્રદ્ધા કપૂરની 2018ની હિટ ફિલ્મ ‘સ્ત્રી’ સિક્વલની સાથે પરત આવી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત ‘સ્ત્રી 2’ તાજેતરમાં 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવી અને બોક્સ ઓફિસ પર ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. લગભગ 2 દિવસની અંદર જ ફિલ્મે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે અને એક મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે.
100 કરોડ રૂપિયાની પાર પહોંચી ‘સ્ત્રી 2’
‘સ્ત્રી 2’એ બે દિવસોમાં વૈશ્વિક બોક્સ ઓફિસ પર 118 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ત્યાં જ ભારતમાં આ ફિલ્મે બે દિવસમાં જ 100.1 કરોડ રૂપિયાની કમાણી કરી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ એક મોટી ઓપનર સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મની સીધી ટક્કર અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જોન અબ્રાહમની વેદા સાથે હતી. છતા પણ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર પોતાનો પરચમ બુલંદ કરવામાં સફળ રહી છે.
View this post on Instagram
‘સ્ત્રી 2’ની સફળતામાં હજુ પણ વધરો થશે
બે દિવસમાં આ ફિલ્મ 100 કરોડની પાર પહોંચી ગઈ છે. તાજેતરમાં જ મેકર્સે પોસ્ટર જારી કરતા દર્શકોને ફિલ્મની બે દિવસનું કૂલ કલેક્શન જણાવ્યું છે. નિર્માતા અનુસાર, પ્રથમ દિવસે ફિલ્મે ભારતમાં 76.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યાં જ બીજા દિવસે ફિલ્મે 41 કરોડથી વધુની કમાણી કરી છે. હવે વિકેન્ડ પણ આવી ગયું છે અને સોમવારે રક્ષાબંધન છે, માટે આશા છે કે ફિલ્મનું કલેક્શન વધશે. જેમાં ભારતમાં બોક્સ ઓફિસ પર સ્ત્રી 2ની સફળતામાં વધારો થશે. જણાવી દઈએ કે આ પ્રથમ મહિલા પ્રધાન ફિલ્મ છે, જેણે 2 દિવસની અંદર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. એનિમલ, પઠાણ અને જવાન બાદ સ્ત્રી 2 એ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ સ્ટારકાસ્ટ છે ફિલ્મમાં
સ્ત્રી 2માં શ્રદ્ધા કપૂર સિવાય રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દિનેશ વિજાનની હોરર કોમેડી યુનિવર્સનો ભાગ છે. જેમાં ભેડિયા અને મુંજ્યા જેવી ફિલ્મો સામેલ છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત અને જિયો સ્ટૂડિયોના સહયોગથી મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ 2018ની હિટ સ્ત્રીની સિક્વલ છે.