September 18, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે

union home minister amit shah gujarat visit update

અમિત શાહ - ફાઇલ તસવીર

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વધુ એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. અહીં તેઓ લોકાર્પણ સહિત ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન શાહ ગુજરાતને 1548 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપવાના છે.

અમદાવાદના થલતેજ વોર્ડમાં અમદાવાદ મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાં CHCનું લોકાર્પણ કરશે. ત્યારબાદ જૂના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે AMCના EWS આવાસનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટી પુનવર્સન યોજના હેઠળ 588 જેટલા આવાસોનું લોકાર્પણ કરશે. આ સિવાય જૂના વાડજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળા વાડજ ગુજરાતી શાળા નંબર-1નું લોકાર્પણ કરશે.

અમદાવાદ મહાનગરપાલિકાના અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તમાં પણ મીર્ચી ગ્રાઉન્ડ ખાતે સવારે 11 કલાકે અમિત શાહ હાજરી આપશે. ત્યારબાદ ગાંધીનગર સાંજે 4.30 કલાકે SGVP ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રિમિયર લીગના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે.

લોકસભામાં રામ મંદિર અંગે ભાષણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે લોકસભામાં નિયમ 193 હેઠળ ‘ઐતિહાસિક શ્રી રામ મંદિરનું નિર્માણ અને શ્રી રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા’ વિષય પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે આજે કોઈને જવાબ નહીં આપું. હું મારા વિચારો અને લોકોના મનની વાત દેશની સામે રજૂ કરવા માંગુ છું. એ અવાજ છે જે વર્ષોથી કોર્ટના કાગળોમાં દટાયેલો હતો. 22 જાન્યુઆરી 2024 વિશે કેટલાક લોકો શું કહે છે તે મહત્વનું નથી, તે દિવસ દસ હજાર વર્ષથી વધુ સમય માટે ઐતિહાસિક દિવસ રહેશે. શાહે વધુમાં કહ્યું 1528થી ચાલી રહેલા અન્યાય સામેના સંઘર્ષ અને લડતની જીતનો દિવસ છે. 22 જાન્યુઆરી 2024 એ સમગ્ર ભારતની આધ્યાત્મિક ચેતનાના પુનપુનર્જાગરણનો દિવસ છે. રામ અને રામના ચરિત્ર વિના દેશની કલ્પના કરી શકાતી નથી. રામ અને રામનું ચરિત્ર ભારતની પ્રજાનો આત્મા છે. બંધારણની પ્રથમ નકલથી લઈને મહાત્મા ગાંધીની આદર્શ ભારતની કલ્પના સુધી, રામના નામનો ઉપયોગ થતો રહ્યો.

CAA ચૂંટણી પહેલાં લાગૂ કરવાની જાહેરાત કરી હતી

ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યુ છે કે, ચૂંટણી પહેલાં દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગૂ કરવામાં આવશે. તેમણએ આ વાત ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ દરમિયાન કહી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.