ગટરમાં પડેલું બાળક સુરત તંત્રના પાપે જીંદગીની જંગ હાર્યું, 24 કલાક બાદ મૃતદેહ મળ્યો

Surat Corporation: સુરતમાં ગટરમાં પડેલું બાળક 24 કલાકે મળી આવ્યું છે. તંત્રના પાપે બાળક મોતને ભેટ્યું છે. વરિયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. NDRFની ટીમ અને ફાયરની ટીમ દ્વારા કેદારની શોધખોળ કરી હતી. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં શિક્ષક બન્યો શેતાન, વગર કારણે વિદ્યાર્થીને સ્ટીલના પાઇપથી માર માર્યો
પરિવારના લોકોનો તંત્ર સામે રોષ
પરિવારના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર સામે માનવવધનો કેસ કરો. બાળક 3 કિલોમીટર દૂર મળી આવ્યું હતું. તંત્રએ 3 કિલોમીટરમાં બાળકનો શોધવા માટે 24 કલાકનો સમય લગાવ્યો. 2 વર્ષના કેદારને શોધવામાં તંત્રની બેદરકારીએ જીવ લીધો.
SMC સામે રોષ વ્યક્ત
સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં આઈસ્ક્રીમ ખાતા ખાતા પડી ગયું હતું. આખી રાત બાળકની શોધખોળ કરવામાં આવી હતી. પરિવારજનો અને સમાજન લોકો SMC સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા બાળકને શોધવા માટે કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. ગટરમાંથી પાણી કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.