September 18, 2024

એક જ દિવસમાં ચાર લૂટને અંજામ આપનાર તસ્કરો ઝડપાયા

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઇમ રેટ વધતો જોવા મળી રહ્યો છે. તસ્કરો બેફામ બન્યા છે. આંતરાદિવસે લૂટની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે, તસ્કરો સામે પોલીસ પણ સક્રિય કામ કરી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક જ દિવસમાં 4 લૂંટને અંજામ આપનાર બે લૂંટારુની ધરપકડ કરી છે. રિક્ષામાં મુસાફર બેસાડીને અવવારુ જગ્યાએ લઈ જઈ છરી વડે હુમલો કરી લુંટ કરનાર આરોપી ડ્રગ્સના સેવન માટે લૂંટ કરતા હોવાનુ સામે આવ્યુ છે. તો બીજી તરફ યુવકની અપહરણ કરી ખંડણી પણ માંગવામાં આવી હતી. જોકે ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી છે.

દાણીલીમડા અને વટવા વિસ્તારમાં 4 લુંટ થતા શહેર પોલીસ દોડતી થઈ હતી. જેમાં રિક્ષામાં મુસાફર બેસાડી અવાવરુ જગ્યા એ લઈ જઈ છરી વડે ઈજા પહોચાડી લુંટ કરવામા આવી હતી. બે આરોપી બદરુદ્દિન ઉર્ફે સાબીર શા અને મુસ્તકીમ ઉર્ફે કાલુ મણીયારની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. જે બન્ને આરોપી એ તારીખ 28-29 ના એક જ દિવસમાં રિક્ષામાં અલગ અલગ સમયે મુસાફર બેસાડી તેમની પાસે રહેલા દાગીના, રોકડ અને મોબાઇલની લૂટ ચલાવી હતી. તો બીજી તરફ એક યુવકને ગોંધી રાખી 3 લાખ રુપિયાની ખંડણી માંગી હતી. ખંડણી ન મળતા યુવકને એટીએમ સુધી લઈ ગયા હતા. જોકે રુપિયા ન મળતા યુવકને માર મારી છોડી દેવામાં આવ્યો હતો.

આરોપીની પૂછપરછ કરતા હકિકત સામે આવી કે આરોપી બદરુદ્દિનના પીતાની રિક્ષા લઈ લુંટ કરવા ગયા હતા. આરોપી વટવા કેનાલ, પિરાણા ડમ્પીંગ સાઈટ સહિત અવાવરુ જગ્યાએ લઈ જઈ લુંટ કરતા હતા. જોકે ક્રાઈમ બ્રાંચે બન્ને આરોપીની ધરપકડ કરી 1.10 લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી ડ્રગ્સનો નશો પુરો કરવા માટે લૂંટનો અંજામ આપતા હતા.

એક જ દિવસમાં આરોપીએ 1.55 લાખ ની લૂંટ ચલાવી હતી. જેમા પોલીસે 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો બીજી તરફ પોલીસને શંકા છે કે આરોપીના અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું બની રહેશે.