વધારે પ્રમાણમાં ડિટોક્સ વોટર પણ કરે છે નુકસાન
Detox Water: આજકાલ ડિટોક્સ વોટર ખુબ જ ટ્રેન્ડમાં છે. આ ગરમીની ઋતુમાં મોટા ભાગના લોકો ડિટોક્સ પાણીનું સેવન કરતા હોય છે. જેમાં તમે તમારી પસંદગી અનુસાર ફળો, શાકભાજી અને કેટલીક ઔષધીઓનો પ્રયોગ કરીને એ પાણી બનાવે છે. મોટા ભાગના લોકો આ ડિટોક્સ પાણીને વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેતા હોય છે. સોડા વાળા ડ્રિંક્સની તુલનામાં ડિટોક્સ પાણીમાં ઓછી કેલેરી હોય છે. આથી વજન ઘટાડવા માટે તે ખુબ જ ઉપયોગી છે, પરંતુ આજકાલ લોકો તેને ખોટી રીતે બનાવી રહ્યા છે. જેના કારણે તેમના શરીરને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધારે થાય છે.
ડિટોક્સ પાણી પીવાના ફાયદા
ડિટોક્સ વોટર શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા લીંબુ, કાકડી, ફુદીનો અને આદુ જેવા ઘટકો વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. જે મેટાબોલિઝ્મને ઠીક કરવા અને વજન ઘટાડવાનું કામ કરે છે. સાથે જ તેમાં કેલરી પણ ઓછી માત્રામાં જોવા મળે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરી શકે છે એટલે કે ઝેરી પદાર્થોને દૂર કરવામાં.
શું ડિટોક્સ પાણી પણ નુકસાન કરી શકે છે?
ડિટોક્સ વોટર સ્વાસ્થ્ય માટે સારું છે. તે શરીરમાંથી ગંદકી દૂર કરે છે, પરંતુ તેને વધુ પડતું પીવાથી ગેરફાયદો થાય છે. તેના કારણે પેટની સમસ્યા થઈ શકે છે. શરીરમાં ઓવરહાઈડ્રેશન થઈ શકે છે. જે વ્યક્તિને હાઈપોનેટ્રેમિયાનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં બે દિવસમાં માત્ર એક જ વાર ડિટોક્સ વોટર પીવાનો પ્રયાસ કરો.
પેટની સમસ્યાઓ
ડિટોક્સ વોટરમાં હાજર લીંબુ અને આદુ કેટલાક લોકોને પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી હાર્ટબર્ન, એસિડ રિફ્લક્સ અથવા પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઓવરહાઈડ્રેશન
ઉનાળામાં લોકો ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા અને શરીરને હાઈડ્રેટ રાખવા માટે ડીટોક્સ વોટર પીવે છે, પરંતુ તેના કારણે વ્યક્તિને ઓવરહાઈડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું સાબિત થતું નથી.