October 13, 2024

2024માં OTT પર ધમાલ મચાવશે આ Web Series

Web Series

કોરોના બાદ OTT પ્લેટફોર્મનો દબદબો વધી ગયો છે. તેમાં પણ આ પ્લેટફોર્મ પર રીલિઝ થતી સીરિઝોને જોવા વાળો મોટો વર્ગ પણ બની ગયો છે. આ વર્ષે ઘણી નવી સીરિઝો રીલિઝ થઈ તો કેટલીક એવી પણ સીરિઝો છે જેની સિક્વલ જોવા મળી. આવી રીતે 2024માં પણ આપણને ઘણી સીરિઝોની સિક્વલ જોવા મળશે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

મિર્ઝાપુર 3

‘મિર્ઝાપુર’ની બે સિઝન રિલીઝ આવી ચૂકી છે. એ બંને સીઝન દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. ફેન્સ હવે તેના ભાગ 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની સિઝન 3 વર્ષ 2024માં રિલીઝ થઈ શકે છે. આ દરમિયાન જો તમે સીરિઝની પહેલી બે સીઝન જોઈ નથી, તો તમે તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો.

ફેમિલી મેન 3

‘ધ ફેમિલી મેન’નું નિર્દેશન રાજ અને ડીકે દ્વારા કરવામાં આવ્યું છે. મનોજ બાજપેયીએ ફરી એકવાર આ સીરિઝમાં પોતાના જબરદસ્ત અભિનયથી બધાને ચોંકાવી દીધા. અત્યાર સુધીમાં બે સીરિઝ આવી ચૂંકી છે. બીજી સિઝનના છેલ્લા ભાગમાં સિઝન 3નો સંકેત હતો. ચાહકો હવે તેની ત્રીજા સિઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. સંભવતઃ તે આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.

પાતાળ લોક 2

ક્રાઈમ થ્રિલર સીરિઝ પાતાલ લોકની ફર્સ્ટ સીઝનને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે ચાહકો તેની સીઝન 2ની રાહ જોઈ રહ્યા છે. એ પણ 2024માં આવે તેવી શક્યતા છે. આ સિરીઝમાં જયદીપ અહલાવતે પોલીસકર્મીની ભૂમિકા ભજવી છે. જેના કારણે તેઓ વધુ લોકપ્રિય થયા.

પંચાયત સિઝન 3

કોમેડી ડ્રામા સીરિઝ ‘પંચાયત’ ઘણી જ હિટ રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સીરિઝનો નેક્સ્ટ ભાગ વર્ષ 2024માં આવશે. આગામી સિઝનમાં વાર્તા કયો રસપ્રદ વળાંક લેશે તે તો સમય જ બતાવશે.

ફર્ઝી 2

‘ફર્ઝી’ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ વેબ સિરીઝમાંથી એક હતી. શાહિદ કપૂરે આ સીરિઝ સાથે શાનદાર OTT ડેબ્યૂ કર્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો સુપરહિટ સીરિઝ ‘ફર્ઝી 2’નો આગળનો ભાગ 2024માં આવી શકે છે.

આશ્રમ 4

2023 બોબી દેઓલ માટે ખૂબ જ લકી સાબિત થયું. આ વર્ષે એક્ટરની ફિલ્મ ‘એનિમલ’થી ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ ઉપરાંત ‘આશ્રમ’ સીરિઝની પણ ખૂબ ચર્ચા થઈ હતી. સીરિઝના અત્યાર સુધીમાં ત્રણ ભાગ આવી ચૂક્યા છે. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આશ્રમની સિઝન 4 પણ 2024માં રિલીઝ થઈ શકે છે.