CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહ્યા કારના ઓપ્શન

2025 Best CNG cars: CNG કારની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમે પણ સીએનજી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અમે તમારા માટે સારા વિકલ્પો લઈને આવ્યા છીએ.
મારુતિ વેગન-આર (CNG)
જો તમે પણ સીએનજી કાર લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે એક સારો ઓપ્શન લઈને આવ્યા છીએ. મારુતિ વેગન-આર તમે લઈ શકો છો. આ કારમાં 1.0L પેટ્રોલ એન્જિન મળી રહેશે. તેની કિંમતની વાત કરવામાં આવે તો 6.44 લાખ રૂપિયા તેની કિંમત છે.
મારુતિ એસ-પ્રેસો (CNG)
સીએનજી કાર લેવાનું વિચારી રહ્યા હોવ તો મારુતિ એસ-પ્રેસો વધુ એક ઓપ્શન છે. જોકે તેની કિંમત થોડી વધારે છે. જેના કારણે લોકો તેને પહેલી વારમાં ખરીદવાનું વિચારતા નથી. આ કારમાં CNG પણ મળી રહે છે. 32.73km / kg ની માઈલેજ મળી રહેશે. તેની કિંમત 5.91 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો: T20 પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે રવિન્દ્ર જાડેજા?
મારુતિ અલ્ટો K10 (CNG)
મારુતિ અલ્ટો K10 પણ તમારા માટે એક સારો ઓપ્શન છે. તેની કિંમત 5.70 લાખથી શરૂ થાય છે. કારમાં પાવરફુલ 1.0L પેટ્રોલ એન્જિન મળી રહેશે. આ કાર CNG પણ મળી રહેશે. 33.85 km/ kg ની માઈલેજ આવશે. જો તમે પણ કોઈ સારી CNG કારની શોધમાં હોવ તો આ ઓપ્શન તમારા માટે બેસ્ટ છે તમે તેને ખરીદી કરી શકો છો.