December 9, 2024

WPL 2024: ગુજરાતની ટીમમાં થયો આ મોટો ફેરફાર

WPL 2024: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન 23 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચ રમવામાં આવશે. પરંતુ આ પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત જાયન્ટ્સે WPLની બીજી સિઝન માટે રશેલ હેન્સના સ્થાને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ ક્લિન્ગરને તેમની ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમ આગામી સિઝનમાં 25 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં સિઝનના ઓપનર મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.

સહાયક કોચ
2017માં ઓસ્ટ્રેલિયા માટે ત્રણ T20 ઇન્ટરનેશનલ મેચ રમનાર ક્લિન્ગરે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત જાયન્ટ્સ પાસે વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં કંઈક ખાસ કરી બતાવાનો મોકો છે. હું ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજ સાથે કામ કરવા ઉત્સુક છું. મિતાલીએ ભારતમાં મહિલા ક્રિકેટમાં પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે ક્લિન્ગર મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડરની સહાયક કોચ રહી ચુકી છે.

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

સિસ્ટન્ટ કોચ
તમને જણાવી દઈએ કે માઈકલ ક્લિન્ગર મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડરનો આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યો છે. માઈકલ ક્લિન્ગરને ટીમના મુખ્ય કોચ બનાવવા પર મિતાલીએ કહ્યું, ‘બૅટ સાથેની તેમની કુશળતા વિશે દરેક જણ જાણે છે અને તેનાથી અમારી ટીમના કેટલાક યુવા સભ્યોને ચોક્કસપણે ફાયદો થશે. ફ્રેન્ચાઇઝી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ ટીમમાં મેન્ટર અને સલાહકારની ભૂમિકા ભજવશે. આ દરમિયાન નુશીન અલ ખાદીર બોલિંગ કોચ રહેશે.

ગુજરાતની ટીમને મોટો ફટકો
ભારતમાં T20 લીગ હવેથી થોડા મહિનામાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે ભારતમાં રમાનારી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024) પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમને મોટો ફટકો લાગ્યો હતો. ટીમનો એક સ્ટાર ખેલાડી છે જે કેન્સરની સારવારને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં. કેન્સરની સારવારને કારણે આ સ્ટાર ખેલાડી WPL 2024 નહીં રમી શકે, તમને જણાવી દઈએ ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ લીધા હતા.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે