December 11, 2024

ધરમપુરમાં ડોક્ટરના ઘરે હાથફેરો કરનાર બંને તસ્કરો આખરે ઝડપાયા

હેરાતસિંહ, વલસાડ: ધરમપુર ખાતે તબીબના ઘરે ચોરી કરી મહારાષ્ટ્ર ખાતે ભાગી જનાર બે આરોપીને વલસાડ પોલીસે પકડી પાડયા છે. આ બંને આરોપી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપતાં હતા. આ ચોરોની મોડેસ ઓપરેન્ડી અને ધરમપુર ખાતે ચોરીની ઘટના અંગે ચોરોએ અનેક ખુલાસા કર્યા છે.

વલસાડ જિલ્લાના ધરમપુર શહેરના એક ડોક્ટરના બંગલાને ટાર્ગેટ કરી 20 લાખ રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી 22 લાખ રૂપિયાની તસ્કરી 11 ઓક્ટોબરના રોજ કરી હતી. તે કેસમાં વલસાડ જિલ્લા LCB સહિત જિલ્લાના અલગ અલગ પોલીસ મથકની ડી સ્ટાફની ટીમો અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં 500થી વધુ CCTV કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ એક્ટીવા 5G મોપેડ ઉપયોગ થયો હોવાનું ધ્યાને આવ્યું હતું. એક્ટીવાનો ફક્ત નંબર મળ્યો હતો. એક્ટીવાની સિરીઝ મળી ન હતી. જેથી મળતા નંબર વાળી 100થી વધુ એક્ટીવા 5Gના ચાલકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા સુરત ખાતેથી ચોરાયેલા મોપેડનો આ ઘરફોડ ચોરીમાં ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. વધુ ટેક્નિકલ સર્વેલન્સ અને બોડરિંગ પોલીસ મથકોની મદદ લઈને ચેક કરતા મહારાષ્ટ્રના સાગલી ખાતે રહેતા 2 યુવકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટના મા પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીઓ મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારમાં લિસ્ટેડ ઘરફોડિયા હોવાનું સામે આવતા મહારાષ્ટ્રના સાંગલી પોલીસની મદદ લઈને આરોપીને ઝડપી પાડ્યો હતા પોલીસની પૂછપરછમાં બંન્ને આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ઘરફોડ ચોરીના સોનાના દાગીના મહારાષ્ટ્ર ખાતે મથુટુ ફાયનાન્સમા ગીરવે મૂકી રોકડ રૂપિયા કેશ કરી લીધાં હતા. ઉપરાંત ચોરીમા મળેલ સોનાના દાગીના પૈકી 07 તોલા સોનુ મહારાષ્ટ્ર રાજયના કોઈ ખાનગી ફાયનાન્સર પાસે મૂક્યા હોવાની કબુલાત આરોપીએ કરી છે.

જોકે આરોપીઓ પ્રથમ ટુ વ્હીલર બાઇકની ચોરી કરી તે વાહનનો અલગ વિસ્તારમા ચોરી માટે રેકી કરવામાં ઉપયોગ કરે છે. દિવસ દરમ્યાન બંધ રહેતા બંગલા તેમજ એપાર્ટમેન્ટોના ફ્લેટોને ટાર્ગેટ કરી બીજા કદવસે કુરિયર બોય જેવા કેઝયુઅલ કપડા પહેરી,ટુ વ્હિલર બાઈક ઉપર આવી ટાર્ગેટેડ બંગલા, ફલેટમાં દિવસે ઘૂસી ઘરફોડ ચોરીને અંજામ આપી ટુ વ્હીલર બાઈક મોપેડ કોઈપણ જાહેર સ્થળે છોડી નાસી જતાં. ત્યારે આ વખતે પણ પહેલા સુરતમાં મોપેડ ચોરી કરી ત્યારબાદ ત્યાંથી વલસાડના ગુંદલાવ, દમણ અને ધરમપુર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી આરોપી મહારાષ્ટ્રના સાંગલી ભાગી ગયા હતા.

ચોરી કરનાર આરોપી પકડાય ન જાય ને તેઓ પર શંકા ન જાય તે માટે તેઓ એ કુરિયર બોયના વેશમાં રેકી કરીને ધરમપુરમાં તબીબના ઘરેથી 22.76 લાખની ચોરી કરી હતી. જોકે વલસાડ પોલીસે અલગ ટિમોની મદદથી આરોપીઓને 7 જ દિવસ જેલમાં ધકેલ્યા છે આરોપીઓને અન્ય ક્યાં ક્યાં ચોરી કરી છે તેઓની ગેંગમા કોની સંડોવણી છે અને ચોરી નો મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે આરોપીઓના 5 દિવસના રિમાંડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.