September 20, 2024

અયોધ્યાના પથ પુષ્પોથી મહેકશે, 50 હજાર પ્લાન્ટથી થશે ડેકોરેશન

દિલ્હી: મેરી ચૌખટ પે ચલ કે આજ, ચારો ધામ આયે હૈ“.. ભગવાન શ્રી રામને અયોધ્યામાં નિહાળવા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે રામપથ અને ધરમપથ પર લગાવવા માટે 800 કિલોમીટર દૂરથી ખાસ છોડ આવશે. ભોપાલની નિસર્ગ નર્સરીને અયોધ્યામાંથી 50 હજાર છોડનો ઓર્ડર મળ્યો છે. જેમાંથી લગભગ 35 હજાર જેટલા બોગનવેલિયાના છોડ જોવા મળે છે. તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે. ત્યારે દેશ સહિત વિશ્વમાંથી લોકો અયોધ્યમાં આવશે. રામભક્તોની ભક્તિમાં અયોધ્યા જોવા મળશે. ભોપાલના એક નર્સરીના માલિકને અયોધ્યાના રામપથ અને ધરમપથને ફૂલોનું વાવેતર કરીને હરિયાળું રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

50 હજાર છોડનો ઓર્ડર મળ્યો
નર્સરીના માલિકે આપેલી માહિતી અનુસાર બોગનવેલાના 5 અલગ-અલગ રંગોના 35 હજાર છોડ અત્યાર સુધીમાં અયોધ્યા મોકલી દેવામાં આવ્યા છે. અયોધ્યામાં તેમના મોટા ભાઈ રામપથ અને ધરમપથ આ ફુલોને ગોઠવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે તમને જરૂરથી સવાલ થતો હશે કે બોગનવેલાના પ્લાન્ટની જ કેમ પસંદગી કરવામાં આવી? તેના જવાબમાં આ નર્સરીના માલિકે કહ્યું કે આ છોડને પાણીની વધારે જરુર પડતી નથી. આ છોડ ઓછા પાણીએ પણ વધી શકે છે. ઉપરાંત આ છોડને વધુ ગરમી મળે તેમ વધારે ખીલે છે. જેના કારણે અયોધ્યા રામ મંદિરમાં આ છોડને પસંદ કરવામાં આવ્યો છે.

નર્સરીની વેબસાઇટ જોવામાં આવી
નર્સરીના માલિકે કહ્યું કે અમારી વેબસાઇટ પહેલા જોવામાં આવી હતી. જે બાદ અયોધ્યાથી અમારો કોન્ટેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 4-5 લોકોની ટીમ નર્સરી જોવા માટે આવ્યા હતા. આ ટીમ 4 દિવસ સુધી અમારા શહેરમાં રહી હતી અને તપાસ કરી હતી. આ ટીમ જયારે અયોધ્યા ગઈ બાદમાં ઓપન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાં અમારી સાથે દેશની લગભગ 6 મોટી કંપનીઓએ ભાગ લીધો હતો. પરંતુ આની જવાબદારી ભોપાલની અમારી નર્સરીને સોંપવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે રામની નગરીમાં ફૂલોનું વાવેતર કર્યા પછી, તેઓ તેની જાળવણીની રકમ તરીકે એક રૂપિયો લેતા નથી. કારણ કે આ કાર્યને ભગવાન રામની સેવા તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાચો: આસામમાં 12 લોકોને મંદિર જતા મળ્યું મોત, પીએમ મોદીએ સહાયની કરી જાહેરાત