March 26, 2025

વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ… PM મોદીએ જણાવ્યું કે કેવી રીતે પ્રાપ્ત થશે લક્ષ્ય

PM Modi: પીએમ મોદી ફ્રાન્સની મુલાકાતે છે. ત્યારે તેમણે ભારત ઊર્જા સપ્તાહને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત ઉર્જા સપ્તાહ માટે યશોભૂમિ ખાતે એકઠા થયેલા દેશ અને વિશ્વભરના તમામ સાથીદારો ફક્ત આનો ભાગ નથી. તમે ભારતની ઉર્જા મહત્વાકાંક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છો. દુનિયાના દરેક નિષ્ણાત આજે કહી રહ્યા છે કે 21મી સદી ભારતની સદી છે. ભારત ફક્ત પોતાના વિકાસને જ નહીં પરંતુ વિશ્વના વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે અને આમાં આપણા ઊર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે.

તેમણે કહ્યું કે ભારતની ઊર્જા મહત્વાકાંક્ષા પાંચ સ્તંભો પર ઉભી છે. આપણી પાસે સંસાધનો છે, જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અમે અમારા પ્રતિભાશાળી લોકોને નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આપણી પાસે આર્થિક તાકાત અને રાજકીય સ્થિરતા છે. ભારત પાસે એક વ્યૂહાત્મક ભૂગોળ છે જે ઊર્જા વેપારને વધુ આકર્ષક અને સરળ બનાવે છે. ભારત વૈશ્વિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે, જે ભારતના ઊર્જા ક્ષેત્રમાં નવી શક્યતાઓ ઊભી કરી રહ્યું છે.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ છે – પીએમ મોદી
વડાપ્રધાનએ કહ્યું કે આજે ભારતનો બાયોફ્યુઅલ ઉદ્યોગ ઝડપથી વિકાસ માટે તૈયાર છે. આપણી પાસે 50 કરોડ મેટ્રિક ટન ટકાઉ ફીડસ્ટોક છે. ભારતના G20 પ્રમુખપદ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચના કરવામાં આવી હતી. જે સતત વિસ્તરી રહી છે. 28 રાષ્ટ્રો અને 12 આંતરરાષ્ટ્રીય સંગઠનો જોડાયા છે. તે કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી રહ્યું છે અને શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપિત કરી રહ્યું છે.

આ પણ વાંચો: IND Vs ENGની 3જી ODI રમાશે અમદાવાદમાં, ક્યારે અને કેવી રીતે લાઈવ જોશો?

તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે આગામી બે દાયકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આગામી 5 વર્ષમાં આપણે ઘણા મોટા સીમાચિહ્નો પાર કરવાના છીએ, આપણા ઘણા ઉર્જા લક્ષ્યો 2030 ની સમયમર્યાદા સાથે સુસંગત છે. આપણા આ લક્ષ્યો ખૂબ મહત્વાકાંક્ષી લાગે છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં ભારતે જે હાંસલ કર્યું છે તેનાથી વિશ્વાસ પેદા થયો છે કે આપણે આ લક્ષ્ય પ્રાપ્ત કરીશું. છેલ્લા 10 વર્ષમાં ભારત 10માં સૌથી મોટા અર્થતંત્રથી 5માં સૌથી મોટા અર્થતંત્રમાં વિકસ્યું છે. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ છે.

ખેડૂતોને ઉર્જા પ્રદાતા બનાવ્યા – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે દેશના સામાન્ય પરિવારો અને ખેડૂતોને ઉર્જા પ્રદાતા બનાવ્યા છે. ગયા વર્ષે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજનાનો વ્યાપ ફક્ત ઉર્જા ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી. આનાથી સૌર ક્ષેત્રમાં નવી કુશળતાનું સર્જન થઈ રહ્યું છે, એક નવી સેવા ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે અને તમારા માટે રોકાણની શક્યતાઓ પણ વધી રહી છે.