October 11, 2024

Weather: આગામી 24 કલાકમાં બદલાશે હવામાનનો મૂડ

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં દેશના આ રાજયોમાં જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોમાં ભારે વરસાદ અને કરાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોકે બેવડા વાતાવરણના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે.

કરા પડવાની સંભાવના
એક બાજૂ ઠંડી જવાનો સમય આવી ગયો છે તો બીજી બાજૂ દેશના અમૂક રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હિમવર્ષાનું એલર્ટ
18 અને 19 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 19-21 ફેબ્રુઆરી સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે કરા પડી શકે છે. પર્વતીય રાજ્યોમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે. આજે સવારે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પૂર્વ યુપીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

ગુજરાતનું હવામાન
ગુજરાતના હવામાનનો મિજાજ પણ અનોખો જોવા મળી રહ્યો છે. સવારે ઠંડી તો બપોરે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. અમરેલી, જૂનાગઢ, ભાવનગર આ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. અમદાવાદની વાત કરવામાં આવે તો આજ સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે કર્ણાવતી આખું ઠંડુગાર થઈ ગયું છે. વ્હેલી સવારે ઓફિસ જતા લોકોને થોડો ધુમ્મસ જોવા મળ્યો હતો. આવનારા સમયમાં હવામાન વિભાગની આગાહી અનૂસાર ગુજરાતમાં ફરી એક વાર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.