December 13, 2024

ચૂંટણી પંચે કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને મોકલી નોટિસ

Lok Sabha Election 2024: કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રિયા શ્રીનેતે X પર કંગના રનૌત વિશે કરેલી પોસ્ટ માટે નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચને ગુરુવારે (28 ફેબ્રુઆરી) સાંજે 5:00 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

દિલીપ ઘોષે મમતા બેનર્જી પર ટિપ્પણી કરી હતી
પશ્ચિમ બંગાળના બીજેપી નેતા દિલીપ ઘોષને સીએમ મમતા બેનર્જી અંગેના નિવેદન બદલ નોટિસ જારી કરવામાં આવી છે. TMC દ્વારા દિલીપ ઘોષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેત પર તાત્કાલિક કાર્યવાહી થાય, કંગના મામલે મહિલા આયોગનો ચૂંટણી પંચને પત્ર

ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે ટીએમસીના ચૂંટણી સૂત્ર બાંગ્લા નિઝેર મેયેકે ચાય (બંગાળને તેની દીકરી જોઈએ છે)ની મજાક ઉડાવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ટીએમસીએ આરોપ લગાવ્યો કે દિલીપ ઘોષે કહ્યું કે, ‘જ્યારે તે (મમતા બેનર્જી) ગોવા જાય છે ત્યારે કહે છે કે તે ગોવાની દીકરી છે. ત્રિપુરામાં તે કહે છે કે તે ત્રિપુરાની દીકરી છે. પહેલાં તેને સ્પષ્ટતા કરવા દો …’

સુપ્રિયા શ્રીનેતે કંગના રનૌત વિશે પોસ્ટ કર્યું
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે X પોસ્ટ પર (25 માર્ચ, 2024)એ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિશે અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ તે ભાજપના નિશાના પર આવી હતી. આ પછી જ્યારે વિવાદ વધ્યો તો સુપ્રિયા શ્રીનેતે તે પોસ્ટ પણ ડિલીટ કરવી પડી.

આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેટની વાંધાજનક પોસ્ટ પર કંગનાએ લીધો બદલો, જાણો સમગ્ર મામલો

નોંધનીય છે કે, ભાજપે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌતને ટિકિટ આપી છે. તેણીએ આ વિશે જ પોસ્ટ કર્યું હતું, પરંતુ જ્યારે સુપ્રિયા શ્રીનેત અને કોંગ્રેસને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનું શરૂ થયું, ત્યારે સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો કે કોઈએ તેનું X હેન્ડલ હેક કર્યું છે. આ અંગે ચૂંટણી પંચે નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો કે આચાર સંહિતા ભંગના મામલામાં સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.