રાજસ્થાનના CMના કાફલા સાથે કારની ટક્કર, 5 પોલીસકર્મી ઘાયલ, 2ની હાલત ગંભીર
Rajasthan CM Bhajanlal Convoy Accident:રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલા સાથે કાર અથડાઈ હતી. રોંગ સાઇડથી આવતા વાહને કાફલાના વાહનને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. CM ભજનલાલ શર્માએ ઘટનાની તાત્કાલિક નોંધ લીધી અને ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ લઈ ગયા અને તેમની સારવાર કરાવી. આ અકસ્માત જયપુરના જગતપુરા વિસ્તારમાં NRI સર્કલ પાસે થયો હતો.
CM Bhajanlal Sharma के काफिले के वाहन के साथ हादसा। pic.twitter.com/zo3atlryx2
— Ashok Shera (@ashokshera94) December 11, 2024
અન્ય એક સમાચારમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીની કાર ગઈકાલે જયપુરથી અજમેર જઈ રહી હતી ત્યારે એક શંકાસ્પદ વાહને તેનો પીછો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ સુરક્ષા કાફલામાં સામેલ કર્મચારીઓએ પોલીસને મામલાની જાણ કરી, ત્યારબાદ પોલીસની ઘણી ટીમોને હાઈવે પર મોકલવામાં આવી.
मुख्यमंत्री भजनलाल शर्मा के काफिले के वाहन का हुआ एक्सीडेंट
घायलों को किया गया महात्मा गांधी अस्पताल में भर्ती
मुख्यमंत्री खुद पहुंचे घायलों से मिलने#BhajanlalSharma #RisingRajasthan pic.twitter.com/EKXVAWBqJN— Swaati saahu (@Swaatisaahu) December 11, 2024
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે દેવનાની જયપુરથી પોતાના વતન અજમેર જઈ રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ કાર થોડીવાર માટે તેની કારનો પીછો કરી હતી. આ કારમાં ત્રણ-ચાર યુવકો મુસાફરી કરી રહ્યા હતા અને તેઓએ મોબાઈલ ફોનથી વિધાનસભા અધ્યક્ષની કારનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે દેવનાની સુરક્ષિત રીતે અજમેર પહોંચી ગયા છે અને કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટના સુરક્ષા માટે ગંભીર ખતરો છે કે નહીં.