રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 32થી વધુ જિંદગી હોમાઈ ગઈ છે. જેના લીધે સમગ્ર ગુજરાતના લોકોના મનમાં આક્રોશની આગ લાગી છે. અત્યારે દરેક જણને સવાલો થઈ રહ્યા છે કે, ક્યાં સુધી નિર્દોષ લોકોની જિંદગી હોમાતી રહેશે ?
અમે તમારી સમક્ષ આ કેસમાં થયેલી સુનાવણીમાં કોણે કઈ દલીલો કરી એની પૂરેપૂરી વિગતો રજૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013 અને ટાઉન પ્લાનિંગ એક્ટનો ઉલ્લેખ કરીને અરજદારોના વકીલ અમિત મણીલાલ પંચાલે કેવી દલીલો કરી એના પર નજર કરીએ.