October 5, 2024

પહેલા સાંજે રજૂ કરવામાં આવતું હતું બજેટ, જાણો દેશના બજેટ સાથે જોડાયેલા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

Budget at a Glance 2024: 2024-25નું બજેટ આવતીકાલે 23મી જુલાઈએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરીને એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. સોમવારે નાણામંત્રીએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં આર્થિક સર્વે 2023-24 રજૂ કર્યો. જેમાં નાણામંત્રીએ 2023-24માં ભારતનો જીડીપી 6.5 થી 7 ટકાની વચ્ચે રહેવાની આશા વ્યક્ત કરી છે.

આ સિવાય નાણામંત્રીએ આર્થિક સર્વેમાં મોંઘવારી દર 4.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. આ વખતે ખેડૂતો, મહિલાઓ, ઉદ્યોગપતિઓ, યુવા જૂથ સહિતના લોકોને બજેટ 2024માં રાહત મળવાની આશા છે. બજેટ 2024 આવે તે પહેલા, ચાલો જાણીએ દેશના બજેટ વિશેના કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ.

દેશના બજેટ સંબંધિત ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

  • દેશનું પ્રથમ બજેટ 26 સપ્ટેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
  • આરકે સન્મુખમ ચેટ્ટી બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી હતા.
  • દેશનું પહેલું બજેટ 197.1 કરોડ રૂપિયાનું હતું.
  • અગાઉ બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. 1999માં તત્કાલિન નાણામંત્રી યશવંત સિંહાએ તેનો સમય સવારે 11 વાગ્યાનો
  • નક્કી કર્યો હતો.
  • 1958માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બજેટ રજૂ કર્યું હતું.
  • 1969માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું.
  • 2017માં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું.
  • આ 92મી વખત બજેટ રજૂ કરવામાં આવશે.
  • ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યું છે.